________________
શ્રી ઋષભજિન સ્તવન વિવેચન
૩૪૩
ભગવાનમાંથી ન ખસે તેા જ જગતના ભાવામાંથી ઉદાસીનતા વ, અને તેમાં ગ્રહણુત્યાગરૂપ વિકલ્પ પ્રવર્તે નહીં; જેથી તે સેવા અખંડ જ રહે.
ન
જ્યાંસુધી ચિત્તમાં ખીજે ભાવ હાય ત્યાં સુધી તમારા શિવાય ત્રીજામાં મારે કંઇ પણ ભાવ નથી એમ દેખાડીએ તેાતે વૃથા જ છે અને કપટ છે; અને જ્યાં સુધી કપટ છે ત્યાંસુધી ભગવાનના ચરણમાં આત્માનું અર્પણ કર્યાંથી થાય ? જેથી સ જગના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધચૈતન્ય ભાવવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ રહ્યો નહાવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણુતા કહેવાય. ધનધાન્યાદિક સર્વ ભગવાનને અર્પણ કર્યાં હાય, પણ જો આત્મા અપ`ણુ ન કર્યાં હેાય એટલે તે આત્માની વૃત્તિ ભગવાનમાં લીન કરી ન હાય તે તે ધનધાન્યાદિકનું અપણું કરવુ સકપટ જ છે; કેમકે અપણુ કરનાર આત્મા અથવા તેની વૃત્તિ તા બીજે સ્થળે લીન છે. જે પાતે આજે સ્થળે લીન છે, તેના અપણુ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અપણુ ક્યાંથી થઇ શકે ? માઢ ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅપણુતા છે. અને એ જ આન ંદધનપદની રેખા એટલે પરમ અવ્યાખાધ સુખમય મેક્ષપદની નિશાની છે. અર્થાત્ જેને એવી દશાની પ્રાપ્તિ થાય તે પરમ આનંદઘન સ્વરૂપ માક્ષને પ્રાપ્ત થશે, એવાં લક્ષણ તે લક્ષણ છે. ૬. इति श्री ऋषभजिनस्तवन.