________________
૩૪૦
પરિશિષ્ટઃ શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત–
પરમેશ્વરરૂપ પતિને પામીશું, પણ તે સમજવું બેટું છે, કેમકે પંચાગ્નિ તાપવામાં તેની પ્રવૃત્તિ છે. તે પતિનું સ્વરૂપ જાણી, તે પતિને પ્રસન્ન થવાનાં કારણે જાણી, તે કારણેની ઉપાસના તે કરતા નથી માટે તે પરમેશ્વરરૂપ પતિને કયાંથી પામશે ? તેની મતિ જેવા સ્વભાવમાં પરિણમી છે, તેવા જ પ્રકારની ગતિને તે પામશે, જેથી તે મેળાપનું કંઈ કામ ઠેકાણું નથી. ૩.
હે સખી ! કઈ પતિને રિઝવવા માટે ઘણા પ્રકારનાં તપ કરે છે, પણ તે માત્ર શરીરને તાપ છે, એ પતિને રાજી કરવાને માર્ગ મેં ગયે નથી; પતિને રંજન કરવાને તે બનેની ધાતુને મેલાપ થ તે છે.
કેઈ સ્ત્રી ગમે તેટલાં કષ્ટથી તપશ્ચર્યા કરી પિતાના પતિને રિઝવવા ઈચછે તોપણ જ્યાં સુધી તે સ્ત્રી પિતાની પ્રકૃતિ પતિની પ્રકૃતિના સ્વભાવનુસાર કરી ન શકે ત્યાં સુધી પ્રકૃતિના પ્રતિકૂળપણને લીધે તે પતિ પ્રસન્ન ન જ થાય અને તે સ્ત્રીને માત્ર શરીરે ક્ષુધાદિ તાપની પ્રાપ્તિ થાય. : તેમ કે મુમુક્ષુની વૃત્તિ ભગવાનને પતિપણે પ્રમ કરવાની હોય તે તે ભગવાનના સ્વરૂપાનુસાર વૃત્તિ ન કરે અને અન્ય સ્વરૂપમાં રુચિમાન છતાં અનેક પ્રકારને તપ તપીને કષ્ટ સેવે, તે પણ તે ભગવાનને પામે નહીં. કેમકે જેમ પતિ પત્નીને ખરે મેલાપ, અને ખરી પ્રસન્નતા ધાતુના એકત્વમાં છે, તેમ છે સખી! ભગવાનમાં આ વૃત્તિને પતિપણું સ્થાપન કરી તે અચળ રાખવું હોય તે તે ભગવાનની સાથે ધાતુમેલાપ કરે જ એગ્ય છે, અર્થાત તે