________________
આનંદઘન ચેવિશી વિવેચન-પ્રસ્તાવના
૩૩૭
વળી માત્ર એકલું અધ્યાત્મસ્વરૂપ ચિંતવન જીવને વ્યાસેહ ઉપજાવે છે, ઘણા એને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા છાચારિપણું ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત્તપ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. ભગવાનના સ્વરૂપના ધ્યાનાવલંબનથી ભક્તિપ્રધાન દષ્ટિ થાય છે, અને અધ્યાત્મદષ્ટિ ગૌણ થાય છે. જેથી શુષ્કતા, સ્વેચ્છાચારિપણું અને ઉન્મત્તપ્રલાપતા થતાં નથી. આત્મદશાબળ થવાથી સ્વાભાવિક અધ્યાત્મપ્રધાનતા થાય છે. આત્મા સ્વાભાવિક ઉચ્ચ ગુણેને ભજે છે, એટલે શુષ્કતાદિ દેશે ઉત્પન્ન થતા નથી, અને ભક્તિમાર્ગ પ્રત્યે પણ જુગુસિત થતા નથી. સ્વાભાવિક આત્મદશા સ્વરૂપલીનતા પામતી જાય છે. જ્યાં અહંતાદિના સ્વરૂપધ્યાનાવલંબન વગર વૃત્તિ આત્માકારતા ભજે છે, ત્યાં [વીશીની આ પ્રસ્તાવના અપૂર્ણ પ્રાપ્ત ]
(૨) * વીતરાગને વિષે ઈશ્વર એવા રાષભદેવ ભગવાન મારા સ્વામી છે. તેથી હવે હું બીજા કંથની ઈચ્છા કરતી નથી, કેમકે તે પ્રભુ રિઝયા પછી છોડતા નથી. તે પ્રભુને
શ્રી ઋષભજિન સ્તવન. ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે, ઓર ન ચાહું રે કંત; રિઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાગે સાદિ અનંત. (૧) કઈ કંત કારણ કાછ ભક્ષણ કરે રે, મિલશું કતને ધાય; એ મેળે નવ કહિ સંભવે રે, મેળા ઠામ ન ઠાય. (૩)