________________
૩૩૪
પરિશિષઃ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણતવિશેષાર્થ – સ્વરૂપજિજ્ઞાસુ પુરુષે છે, તે પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા ભગવાનના સ્વરૂપમાં પિતાની વૃત્તિ તન્મય કરે છે જેથી પિતાની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે અને સર્વોત્કૃષ્ટ યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થાય છે. જેવું ભગવાનનું સ્વરૂપ છે, તેવું જ શુદ્ધ નયની દ્રષ્ટિથી આત્માનું સ્વરૂપ છે. આ આત્મા અને સિદ્ધ ભગવાનના સ્વરૂપમાં ઔપાધિક ભેદ છે. સ્વાભાવિક સ્વરૂપથી જોઈએ તે આત્મા સિદ્ધ ભગવાનની તુલ્ય જ છે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ નિરાવરણ છે; અને વર્તમાનમાં આ આત્માનું સ્વરૂપ આવરણ સહિત છે, અને એ જ ભેદ છે; વસ્તુતાએ ભેદ નથી. તે આવરણ ક્ષીણ થવાથી આત્માનું સ્વાભાવિક સિદ્ધ સ્વરૂપ પ્રગટે છે.
અને જ્યાં સુધી તેવું સ્વાભાવિક સિદ્ધસ્વરૂપ પ્રગટયું નથી, ત્યાં સુધી સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપને પામ્યા છે એવા સિદ્ધભગવાનની ઉપાસના કર્તવ્ય છે; તેમ જ અહંતભગવાનની ઉપાસના પણ કર્તવ્ય છે, કેમકે તે ભગવાન્ સાગસિદ્ધ છે. સગરૂપ પ્રારબ્ધને લઈને તેઓ દેહધારી છે, પણ તે ભગવાન સ્વરૂપસમવસ્થિત છે. સિદ્ધભગવાન્ અને તેમના જ્ઞાનમાં, દર્શનમાં, ચારિત્રમાં કે વીર્યમાં કંઈ પણ ભેદ નથી; એટલે અહંત ભગવાનની ઉપાસનાથી પણ આ આત્મા સ્વરૂપલયને પામી શકે છે. પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે –
जे जाणइ अरिहंते, दव्व गुण पज्जवेहि य; सो जाणह निय अप्पा, मोही खलु जाईय तस्स लयं.