________________
પરિશિષ્ટ
શ્રીમદ્ રાજચંદ્રજી પ્રણીત શ્રી ઋષભજિન સ્તવન વિવેચન
(૧)
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરા રે, એર ન ચાહું રે કત; ઝિયે! સાહિમ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ઋ. ૧.
નાભિરાજાના પુત્ર શ્રી ઋષભદેવજી તીર્થંકર તે મારા પરમ વહાલા છે. જેથી હું ખીજા સ્વામીને ચાહું નહીં. એ સ્વામી એવા છે કે પ્રસન્ન થયા પછી કાઈ દિવસ સંગ છેડે નહીં. જ્યારથી સંગ થયા ત્યારથી આદિ છે, પણ તે સગ અટળ હાવાથી અનંત છે. ૧.
* પરમતત્ત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ આનઘનજી વિશી વિવેચન પ્રારંભેલ, પરંતુ તે વિવેચન ખીજા સ્તવનના ખે પદ સુધીનું જ પ્રાપ્ત થયેલ છે. તે પૈકી પ્રથમ શ્રી ઋષભજિન સ્તવનનુ તેઓશ્રીએ આલેખેલું-પદે પદે પરમ ભકત અમૃતરસ નિર્ઝરતું પરમ સુંદર, પરમ પરમાર્થગ ંભીર, પરમ અદ્દભુત તત્ત્વદર્શી, અનન્ય અદ્વિતીય વિવેચન,—જે આન‘ધનજીના અન્ય સ્તવને વિચારવા માટે તેમજ ભકિતમાર્ગનું અનુપમ તત્ત્વરહસ્ય સમજવા માટે મુમુક્ષુને અપૂર્વ માદક થઇ પડે એમ છે, તે અત્ર સુન જિજ્ઞાસુ આત્માની સુવિચારણાર્થે ઉપયોગી અને ઉપકારી જાણી મૂકયું છે. ( વિશેષ અજિજિનસ્તવન પ્રથમ બે ગાથાના વિવેચન માટે જીએ શ્રીમદ્ રાજચંદ્ર અ', ૬૯૨)—ભગવાનદાસ