________________
જે કદાચિત સેવક યાચના '
૩૭૧
• આવી આ સેવા અગમ છે એટલું જ નહિં, પણ અનુપમ છે, અર્થાત્ એવું કેઈ ઉપમાન નથી કે જેની તેને
ઉપમા આપી શકાય; કારણ કે દેજે કદાચિત આ ભગવાનનું સ્વરૂપ અનુપમ સેવક યાચના” છે ને તેની ચરણસેવા કરે છે તે
પણ તેવા જ અનુપમ આત્મસ્વરૂપને પામે છે, એટલે તે સેવા પણ અનુપમ છે. પરમ તત્ત્વદષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું સંકેલ્કીર્ણ વચનામૃત છે કે–“જિનપદ નિજ પદ એક્તા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાયી ” મહામુનિશ્રી દેવચંદ્રજીએ પણ ભાખ્યું છે કે “જિનવર પૂજા રે તે નિજ પૂજના.” સિંહને દેખીને જેમ અજકુલગત સિંહશિશુને નિજ સ્વરૂપનું ભાન થાય છે તેમ જિનસ્વરૂપના દર્શને મુમુક્ષુ ભક્ત આત્માને દર્પણ જિમ અવિકાર” પ્રભુના રૂપ દર્પણમાં નિજ સ્વરૂપનું દર્શન થાય છે. દીપકને ઉપાસી વાટ જેમ દી બને છે, તેમ આ આનંદઘન રસરૂપ પરમાત્માના ચરણની ઉપાસનાથી આત્મા પણ સ્વરૂપાચરણની શ્રેણીએ ચઢી તે જ આનંદઘનરસરૂપ પરમાત્મા થાય છે. એટલે જ અત્રે છેવટે સ્તવનકર્તા મહર્ષિ શ્રી આનંદઘનજી પ્રાર્થો છે કે-હે * જિન ઉપાસી જિન થાય છે, દીપ ઉપાસી વાટ ક્યું દી; જિન સહજાન્મસ્વરૂપી એવા, ભગવાન દાસના શરણ સુદેવા.
જય જિન દેવા ! જય જિન દેવા ! –શ્રી પ્રજ્ઞાવધ મેક્ષમાળા. (3. ભગવાનદાસ કૃત