________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
એ પ્રભુસેવાની પ્રાથમિક ભૂમિકા પશ્ચાદભૂમિકાનું દિગદર્શન છે. આ પ્રાથમિક ભૂમિકારૂપ ગુણ -
ગની પ્રથમ દૃષ્ટિ-મિત્રા દૃષ્ટિ ખૂલ્ય જીવન અંગમાં આવે છે. અને સર્વ જગતુ પ્રત્યે જ્યાં નિમંત્સર અદ્વેષભાવયુક્ત મૈત્રીભાવ વર્તે છે, એવી આ યથાર્થનામા “મિત્રા” નામક ગદૃષ્ટિની પ્રાપ્તિ પણ ચરમાવર્તમાં ચરમ કરણને ગે હોય છે,–જેની પ્રાપ્તિ વળી અંતર્ગત ભાવમલની અલ્પતાથી તથાભવ્યત્વને પરિપાક થયે જીવની આધ્યાત્મિક ગ્યતાને આધીન છે. જીવની આ આધ્યાત્મિક ગ્યતા પ્રગટાવવા અને વિકસાવવા માટે સાચા સાધુગુણસંપન્ન (માત્ર વેષધારી નહિં) એવા મોક્ષમાર્ગ સાધક મહામુમુક્ષુ સાધુપુરુષને સત્સંગ, તેમજ અધ્યાત્મ ગ્રંથના શ્રવણમનનાદિ સનિમિત્ત કારણના અવલંબને આત્માના સત્પુરુષાર્થની ફુરણાવડે ઉપાદાનકારણની જાગૃતિ, એ આદિ કારણ પરંપરાનું સેવન અનિવાર્ય આવશ્યક છે. આ સમસ્ત ઉપરમાં સવિસ્તર વિચિત થઈ ચૂકયું છે. એટલે તેનું પિષ્ટપેષણ નહિં કરતાં માત્ર સંક્ષેપમાં વિવેકી વાંચકની
સ્મૃતિને સતેજ કરી, આ સર્વ પ્રતિપાદનને ફલિતાર્થ અત્ર વિચારશું અને તેમાં પ્રથમ આનંદઘનજીના આ ઉદ્દગારની પશ્રાભૂમિકાનું (Background) કિંચિત્ દિગ્ગદર્શન કરશું.
૧. પશ્ચાદ ભૂમિકાનું દિગદર્શન દિવ્ય મદષ્ટિથી
| દિવ્ય જિનમાર્ગ દર્શન - જિનદેવ એ લેકેત્તર દેવ છે અને આ જિનદેવને