________________
૩૨૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પ્રકારે અંતર્મુખનિરીક્ષણ (Introspection) કરતાં સુજ્ઞ વિચક્ષણને તક્ષણ પિતાની આત્મદશા કેવી છે ને પિતે કયાં ઉભે છે તેનું ભાન થશે, તેમજ વિશેષ અવલોકન કરતાં જણાશે કે અભય, અષ, અખેદ એ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકારૂપ ગુણ ગની પ્રથમ દષ્ટિ-મિત્રા દૃષ્ટિના અંગભૂત છે, અને શાસ્ત્રમાં જે “મિચ્છાદષ્ટિ” નામનું પ્રથમ ગુણસ્થાન કહ્યું છે, તે અહીં મિત્રા દૃષ્ટિમાં મુખ્યપણે ઘટે છે અર્થાત્ આ મિત્રાદષ્ટિની દશામાં સાચેસાચું પ્રથમ “ગુણસ્થાન – ગુણના સ્થાનરૂપ ગુણસ્થાન તે શબ્દના ખરેખરા અર્થમાં નિરુપચરિતપણે ઘટે છે. આવા તથારૂપ ગુણોની પ્રાપ્તિનું મંડાણ-પ્રારંભ પ્રથમ દ્રષ્ટિમાં થાય છે, યેગમાર્ગમાં પ્રવેશનું શુભ મુહૂર્ત આ પ્રથમ દષ્ટિ છે, સન્માર્ગ પ્રાપ્તિની યેગ્યતાનું આ મંગલાચરણ છે, મેક્ષની નીસરણનું આ પહેલું પગથિયું છે; મહાન યોગ-પ્રાસાદની આ પ્રથમ ભૂમિકા છે. અત્રે મિત્રાદષ્ટિમાં જે કે હજુ મિથ્યાત્વ ટળ્યું નથી ને સમ્યફવા મળ્યું નથી, છતાં પણ કેવા અદ્દભુત ઉત્તમ ગુણે અત્રે પ્રગટે છે, આ ગુણ ઉપર પુખ્ત વિચાર કરી, પિતાના આત્મામાં તેવા તેવા ગુણો પ્રગટયા છે કે નહિં, તેનું જે આત્મનિરીક્ષણ કરવામાં આવે તે પોતાનામાં તેવા ગુણ નહિં પ્રગટયા છતાં પિત નું સમકતીપણું કે છઠ્ઠા ગુણઠાણાપણું માની બેસનારા લોકોના કેટલાક ભૂલભરેલા મિથ્યા ભ્રાંત ખ્યાલે દૂર થવાનો સંભવ છે સમ્યગૂદ ષ્ટની મજલ તે હજી
* આ અંગે વિશેષ જિજ્ઞાસુઓ આ લેખકે સા સ્તર વિવેચન કરેલ શ્રી યોગદષ્ટિસમુચ્ચય સવિવચન ગ્રંથનું અવલોકન કરવું.