________________
શકિતમય અધ્યાત્માની સહજ અધ્યાત્મ દશા છે, કારણ કે આલખન વિનાનું એવું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન તે અતિ ઉચ્ચ અપ્રમત્ત દશાને પામેલા ઉત્તમ અધિકારીઓ માટે છે. પણ તેવી તથારૂપ ઉચ્ચ અધિકાર દિશા વિના અને આશય સમજ્યા વિના અધ્યાત્મશાસ્ત્રો અશ્વમંતિકલપનાએ વાંચી, ઉપાદાનને નામે માત્ર અધ્યાત્મસ્વરૂપ ચિંતનની પાસે કરવામાં અનેક દેષરૂપ ભયસ્થાને રહેલા છે. જેમકે-કવચિત તેથી જીવને વ્યામોહ ઉપજે છે. પિતાની તેવી આત્મદશા થઈ નહિ છતાં પિતાની તેવી દશાની “કપનારૂપ” ભ્રાંતિ ઉપજે છે, “અહં બ્રહ્મામિ ને બદલે બ્રમાસ્મિ થઈ જાય છે! કવચિત ભકિતરસની આદ્રતાના અભાવે શુષ્કતા આવી જાય છે, શુષ્ક અધ્યાત્મીપણું થાય છે, બધમક્ષ તે કલ્પના છે એમ વાણીમાં બેસે છે, પણ પિતે તો મહાવેશમાં વત્ત છે, એવું શુકજ્ઞાનીપાછું ઉપજે છે, અને તેથી રવજીંદાચારપણું હોય છે, અથવા જ્ઞાનના અજીર્ણરૂપઅપસ્થિમનરૂપ ઉન્મત્ત પ્રલાપ થાય છે. અંતરૂને મેહ છૂટ નથી, “સકલ જગત્ તે એઠવત્ અથવા રૂખ સમાન” જાણયું નથી, અને એવી અમાહરૂપ માનદશા ઉ૫જી નથી, છતાં ઉન્મત્તની જેમ “વાચાશાન” દાખવે છે કે “ હમ તે જ્ઞાની હૈ, બંધેલા જ નહિ તે મુક્ત કરે છે ?” તેમજ કૃષિમતા, દાંભિકતાદિ દોષ પણ ઉપજે છે. ઈત્યાદિ પ્રકાર અનેક દેશની ઉપપત્તિ એકલા નિરાલંબન અધ્યાત્મ ચિંતનમાં સંભવે છે. પણ ભગવદ્ભક્તિના આલંબનથી તેવા કોઈ પણ દેષની સંભાવના નથી હોતી, અને આત્મા સ્વાભાવિક એવી અધ્યાત્મ ગુણશ્રેણીએ આરોહણ કરતે જાય છે.