________________
ઉપાદ્યાન અને નિમિત્ત ,
૩૭ “ઉપાદાન ઉપાદાન પરિણતિ નિજ વસ્તુની છે,
પણ કારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદિ રે,
ગ્રાહક વિધિ આધીન. મુનિસુવ્રત. ઉપાદાન આતમા સહી રે, પુણાલંબન દેવ....જિનવર પૂજે, ઉપાદાન કારણ પણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ.શ્રી સંભવ”
શ્રી દેવચંદ્રજી.
દાખલા તરીકે–ઘડો બનાવવામાં માટી છે તે ઉપાદાન છે, પણ દંડ–ચક વગેરે નિમિત્ત ન મળે તે તે એની મેળે ઉપાદાનકારણપણે પરિણમે નહિં અને માટીમાંથી ઘડે કદી પણ બને નહિં. તેમ જીવને નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન છે. નિજ સત્તાએ સર્વ જીવ સિદ્ધ સમા છે, પણ તે શક્તિથી છે. ઉપાદાનની વ્યક્તિ માટે–પ્રગટપણે માટે અર્થાત્ ઉપાદાન ઉપાદાનકારણપણે પરિણમે તે માટે તો નિમિત્ત કારણની અવશ્ય જરૂર છે. જેનામાં શુદ્ધ આત્મારૂપ ઉપાદાન પ્રગટયું છે, એવા જિન ભગવાનરૂપ પુષ્ટ નિમિત્ત કારણ વિધિપૂર્વક ન સેવે તે અનંતકાળે પણ કદી સિદ્ધિ થાય નહિં, ઉપાદાન પ્રગટે નહિં; તેમજ ઉપાદાનનું દુર્લક્ષ્ય કરી માત્ર નિમિત્ત સેવ્યાથી પણ કાર્યસિદ્ધિ થાય નહિં. બન્નેના સહકારથી જ સિદ્ધિ નીપજે, પણ ઉપાદાનનું નામ લઈ જે એ નિમિત્ત છેડી દીએ, તેઓ સિદ્ધિ પામતા નથી ને ભ્રાંતિમાં ભૂલા ભમે છે. આ અચલ સિદ્ધાંત જ્ઞાની પુરુષેએ કહ્યો છે. સદગુરુની આજ્ઞા, જિનદશા એ આદિ નિમિત્ત કારણ છે, તે