________________
કાર્યકારણમીમાંસાની આત્મામાં ઘટના
પ્રાગવડ ઉપાદાન કારણને કાર્યરૂપે કરતે હોય ત્યારે જ ઘટે છે, નહિં તે નહિ. (૩) વસ્તુથી–ઉપાદાનેથી અભેદ સ્વરૂપ છે, અને જે કાર્યપણું ગ્રહતું નથી તે અસાધારણ કારણ છે. જેમકે-ઘટની બનાવટમાં સ્થાસ આદિ અવાંતર અવસ્થાઓ (Intermediate products). (૪) જેને વ્યાપાર-પ્રવેગ કરે પડતું નથી, જે વસ્તુથી ભિન્ન છે, જે નિયત નિશ્ચય હોવું જોઈએ અને બીજા અનેક કર્યોમાં પણ જેનું હવાપણું છે, તે અપેક્ષા કારણે જેમકે–ઘટની બનાવટમાં ભૂમિ, કાલ, આકાશ આદિને સદ્દભાવ (હેવાપણું) છે.
આ કાર્યકારણમીમાંસા આત્મામાં ઘટાવીએ તેઆત્મદ્રવ્ય કર્તા છે,સિદ્ધિપણું તે કાર્ય છે, આત્માને નિજસત્તાગત ધર્મ તે ઉપાદાન છે. યેગ, સમાધિવિધાન, વિધિઆચરણા, ભક્તિ આદિ જેના વડે કરીને આત્મસિદ્ધિરૂપ નિજ કાર્ય સધાય છે તે અસાધારણ કારણ છે. મનુષ્ય ગતિ, પ્રથમ સંઘયણ આદિ અપેક્ષા કારણ છે, અને તે નિમિત્તાશ્રિત ઉપાદાન પ્રગટાવવામાં આવે તે જ લેખે છે અર્થાત્ તેની અપેક્ષા કારણરૂપે ગણના છે, નહિં તે નહિં. સમતા અમૃતની ખાણરૂપ જિનરાજ તે નિમિત્ત કારણ છે,–જે પ્રભુના અવલંબને નિયમા સિદ્ધિ હોય છે એમ કહ્યું છે.
કર્તા આતમ દ્રવ્ય, કારજ સિદ્ધિપણેરી, ' નિજ સત્તાગત ધર્મ, તે ઉપાદાન ગણેરી...પ્રણમે.
૨૨