________________
૨૯૮
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા એવંભૂત દષ્ટિ શમાવ.” અને આવા પ્રકારે એવંભૂત સ્થિતિથી-યથાસ્થિત શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિતિથી એવભૂત અર્થાત્ આત્મસ્વરૂપ સ્થિતિની દષ્ટિ શમાવ! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપ જે હારું સાધ્ય, ધ્યેય, લક્ષ હતું, તે શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં તે તું હવે સ્થિત થઈ ચૂકી છે, એટલે હવે જૂદી એવી એવંભૂત દષ્ટિ રહી નથી. દષ્ટિ અને સ્થિતિ બંને એકરૂપ-એકાકાર થઈ ગયા છે, એકમેકમાં સમાઈ ગયા છે, તન્મય થઈ ગયા છે; એટલે હવે એનું અલગ-જૂદું ગ્રહણ કરવાપણું રહ્યું નથી, “દષ્ટિ પ્રમાણે સૃષ્ટિ” તે ઉત્પન્ન કરી દીધી છે, માટે હે પરબ્રહ્મ ! હવે તે એવંભૂત દષ્ટિને પણ સમાવી દે, કારણ કે તે તું જ છે. દષ્ટિ અને સ્થિતિની એકરૂપતારૂપ, પરમ સિદ્ધ અભેદરૂપ, પરમ નિશ્ચયરૂપ, તે જ પરમ ગદશાને તું પામે છે.
ઈત્યાદિ પ્રકારે અત્ર પ્રસંગથી અધ્યાત્મ નય પરિશીલનનું દિગદર્શન કર્યું. હવે અધ્યાત્મ હેતુ પરિશીલનને કંઈક
વિચાર કરીએઃ-સાધ્યને અવિનાઅધ્યાત્મ હેતુ પરીશીલન ભાવી, એટલે સાધ્યને સાધ્યા વિના
ન રહે–અવશ્ય સાધે જ તે હેત કહેવાય છે. નિજ સ્વરૂપની સાધક અધ્યાત્મક્રિયાના સાધનભૂત હેતુનું પરિભાવન કરવું તે અધ્યાત્મ હેતુ પરિશીલન. જેમકે–
* ગાવચક, ક્રિયાવંચક ને ફલાવંચકનું વિશેષ
માટે જુઓ આ લેખકે વિચિત કરેલ પૃ.૧૫૮ થી ૧૬૪.
સ્વરૂપ સમજવા ગદષ્ટિસમુચ્ચય