________________
૨૯૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
નય હેત.” અધ્યાત્મમાં નયનું અધ્યાત્મમાં નય પરિશીલન-પરિભાવન કેમ કરવું તે પરિશીલન વિચારવા એગ્ય છે. જ્ઞાની પુરુષોએ
વસ્તુસ્વરૂપ સમજવા માટે જે નયઅપેક્ષાવિશેષે કહ્યા છે, તેને પરમાર્થ અધ્યાત્મમાં–આત્મામાં ભાવન કરે તે અધ્યાત્મ નય પરિશીલન છે. જ્ઞાનીઓએ જે કાંઈ ઉપદેશ કર્યો છે તે જીવને પરમાર્થ પમાડવા માટે અમુક અમુક અપેક્ષાવિશેષના પ્રધાનપણથી કર્યો છે.
૩થતો ન જ નામ !” એટલે ઉપદેશ છે તે નયઅપેક્ષાવિશેષથી જીવને સન્માર્ગે દોરવણીરૂપ છે, “સમજાવવાની શૈલીરૂપ છે. “ની” (નમૂ to lead) ધાતુ પરથી વસ્તુ સ્વરૂપ અંશ પ્રત્યે દેરી જાય તે નય –એ શબ્દને વ્યુત્પત્યર્થ પણ એ જ સૂચવે છે. એટલે પાત્રભેટે કે પ્રસંગભેદે જે નિત્ય દેશના ઉપકારી લાગી તે ત્યાં જ્ઞાનીઓએ દ્રવ્યાસ્તિક નયના પ્રધાનપણે ઉપદેશ કર્યો, જે અનિત્ય દેશના ઉપકારી લાગી તે ત્યાં પર્યાયાસ્તિક નયની મુખ્યતાથી ઉપદેશ કર્યો, અથવા અન્ય કેઈ અપેક્ષા કાર્યકારી લાગી, તે ત્યાં તેને પ્રધાનપદ આપી ઉપદેશ કર્યો. આમ તે તે નયને–અપેક્ષાવિશેષને આશ્રીને તેઓએ સર્વત્ર તેવી તેવી ઉપદેશપદ્ધતિ અંગીકાર કરી છે, કારણ કે ગમે તેમ કરી જીવની આત્મબ્રાંતિ દૂર કરી, તેને નિજ આત્મસ્વરૂપને લક્ષ કરાવી “ઠેકાણે આણ” પરમાર્થ પમાડે એ જ એક એમને મુખ્ય ઉદ્દેશ હતે. નયચક્રના સમસ્ત આરા અને ન વસ્તુસ્વરૂપ ધરી સાથે સંકળાયેલા હેઈ, પરમાર્થરૂપ