________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિન
જ
આ શ્રવણ, મનન ને પરિશીલન જે કહ્યા તે જ ખીજા શબ્દોમાં શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન ને ભાવનાજ્ઞાન કહી શકાય. વાકયા માત્ર વિષયવાળું મિથ્યાભિનિવેશ રહિત જે
૨૮
શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન તે ભાવતાજ્ઞાન.
જ્ઞાન તે શ્રુતજ્ઞાન, તે કાઢીમાં નાંખેલા દાણાની પેઠે જેમનું તેમ રહે છે, વૃદ્ધિગત થતુ નથી. મહાવાકયાજન્ય જ્ઞાન જે અતિ સૂક્ષ્મ સુયુક્તિ ચિંતાથી યુક્ત છે તે ચિ'તાજ્ઞાન; તે જલમાં તેલખિજ્જુની જેમ ફેલાય છે. એક પગત-પરમાર્થ ભૂત જે જ્ઞાન વિધિ આદિમાં અત્યંતપણું યત્નવંતું છે તે ભાવનાજ્ઞાન; અને તે અશુદ્ધ સત્નની દીપ્તિ- કાંતિ સમું ઝળહળે છે. આ ત્રણ પ્રકારના જ્ઞાનમાં ભાવનાજ્ઞાન જ વાસ્તવિક જ્ઞાન છે અને તે જ ઉત્તમ છે. ઉક્ત સ્વરૂપવાળા શ્રુતજ્ઞાનની સર્વત્ર વિપુલતા ડ્રાય છે. પણ ભાવનાજ્ઞાનવાળા ભાવિતાત્મા તે કચિત્ વિરલે। જ દૃષ્ટિગોચર થાય છે. આ અંગે મહર્ષિ હરિભદ્રસૂરિજી શ્રી ધબિન્દુમાં સ્પષ્ટપણે પ્રકાશે છે કે
*
वाक्यार्थमात्रविषयं कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं मिथ्यामिनिवेशरहितमलम् ॥
यत्तु महावाक्यार्थजमतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दुर्विसर्प चिन्तामयं तत् स्यात् ॥
ऐदंपर्यगतं यद्विध्यादौ यत्नवत्तथैवोच्चैः ।
""
एतत्तु भावनामयमशुद्धसद्रन्त दीप्तिमम् ||
----શ્રી હરિભકૃિત છેડરાક