________________
૨૮૬
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા અહેનિશ ઊહાપેહ કરે છે, નિત્ય નિદિધ્યાસન કરે છે જેમ કઈ ખોરાક ખાય તે બરાબર રસપૂર્વક ચાવે તે હાજરીમાં પાચક રસની બરાબર ઉત્પત્તિ થાય ને તેની પાચનક્રિયા ઉત્તમ થાય, અને પછી તે રસ લેહમાં એકરસ થઈ સર્વ અંગને માંસલ કરે, પુષ્ટ-ભરાવદાર બનાવે; તેમ સમ્યક્ બોધરૂપ આહાર પણ રસપૂર્વક બરાબર ચાવવામાં આવે, પુનઃ પુનઃ ચર્વણ-મનન કરવામાં આવે, તે ઉત્તમ ભાવરૂપ રસની નિષ્પત્તિ થાય ને શુદ્ધ આત્મપરિણતિરૂપ ઉત્તમ પાચન ક્રિયા થાય, અને પછી તે પરિણુત રસ આત્માના અંગે અંગમાં-પ્રદેશ પ્રદેશમાં વ્યાસ થઈ તેને શુદ્ધ આત્મધર્મની પુષ્ટિથી માંસલ કરે, પુષ્ટ ભરાવદાર બનાવે. માટે શ્રવણ પર જેટલે ભાર મૂકવામાં આવે છે તેના કરતાં અનેકગણે ભાર મનન-મીમાંસન પર મૂકવા ગ્ય છે; પરંતુ વર્તમાનમાં તેથી ઊલટી જ પરિસ્થિતિ દશ્ય થાય છે હાલમાં વાંચન-શ્રવણ ખૂબ વધ્યું છે પણ મનનશક્તિ જાણે કુંઠિત થઈ ગયેલી જણાય છે તેથી કરીને જ ઘણું લેકેનું જ્ઞાન પણ ઊંડા અવગાહનવાળું તલસ્પર્શી હવાને બદલે પ્રાય: છીછરું, ઉપરછલું ને ઉપાટિયું પ્રતિભાસે છે અને તેથી કરીને જ ગંભીર વિચારશીલ તત્ત્વ નવનીત સમા સાહિત્યને બદલે ક્ષુલ્લક છાસબાકળા જેવા સત્વહીન નિર્માલ્ય સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરુચિ દષ્ટિગોચર થાય છે. મહાત્મા દેવચંદ્રજી મહામુનિ પોકારી ગયા છે કે
તત્વ રસિક જન શેડલા રે, બહુ જન સંવાદ જાણે છે જિનરાજજી રે, એ સબલે વિખવાદ...
ચંદ્રાનન જિન!”