________________
અધ્યાત્મ પરિશીલન
૨૮૭
૨.
પરિશીલન : ભાવનાજ્ઞાન
અધ્યાત્મ તત્ત્વનું મનન થાય એટલે પછી તેનુ પરિશીલન થાય-પરિભાવન થાય. પરિ–સર્વથા, શીલન— સ્વભાવભૂતપણું. શ્રુતખેાધનુ' સથા આત્મસ્વભાવભૂતપણું. અંતરાત્મપરિણામીપણું, ભાવિતાત્મપણું' થવું તે પદ્મશીલન આવું પિશીલન જેને થાય છે તેના હૃદયમાં અધ્યાત્મ તત્ત્વ વજ્રલેપ દૃઢ અંકિત થાય છે; ને તે અધ્યાત્મ ચેગીને અહેનિશ સૂતાં બેસતાં જાગતાં ઊઠતાં નિરતર તે પરમા વિષયનું જ અનુસ્મરણુ રહ્યા કરે છે. આ અંગે પરમ ભાવિતાા શ્રીમદ્ રાજચંદ્રજીનું સ્વાનુભવ વચન છે કે- રાત્રી અને દિવસ એક પરમાર્થ વિષયનું જ મનન રહે છે. આહાર પણ એ જ છે, નિદ્રા પણ એ જ છે, શયન પણ એ જ છે, સ્વપ્ન પણ એ જ છે, લય પણ એ જ છે, ભાગ પણ એ જ છે, પરિગ્રહ પણ એ જ છે, ચલન પણુ એ જ છે, આસન પણ એ જ છે. અધિક શું કહેવું ? હાડ, માંસ અને તેની મિંજાને એક જ એ જર્ગનુ ૨ગન છે. એક રામ પણ એને જ જાણે વિચાર કરે છે.’ (શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૧૨૦).-આમ પિશીલનવડે કરીને પરમાર્થ જેના આત્મામાં પિરણત થયા છે, તે ચેાગી પુરુષનું ચિત્ત અન્ય કાર્ય કરતાં પણ આત્મધર્મમાં જ લીન હાય,– સંસાર સંબધી બીજાં કામ કરતાં પશુ પતિવ્રતા સ્ત્રીનુ ચિત્ત પેાતાના પ્રિયતમમાં જ લીન હેાય તેમ.
અધ્યાત્મ પરિશીલન