________________
આંખનું દ્વતઃ દષ્ટિઅંધપણું
૨૪૫ પછી વધારે ઉઘડે તે તેથી વધારે આંખનું દષ્ટાંત દેખાય છે એમ જેમ જેમ આંખ
ખૂલતી જાય તેમ તેમ વધારે ને વધારે દેખાતું જાય છે. છેવટે સંપૂર્ણ આંખ ખૂલતાં અનંત આકાશ પણ તે નાની સરખી આંખથી દેખાય છે. તેમ આ આંતરૂચક્ષુરૂપ “ગદૃષ્ટિ' પણ જેમ જેમ ઉઘડતી જાય છે, ઉન્મીલન પામતી જાય છે, ખૂલતી જાય છે, તેમ તેમ તેની દષ્ટિમર્યાદાનું ક્ષેત્ર વધતું જાય છે, વધારે ને વધારે વિશાળ દશન” થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ દૃષ્ટિ ખૂલતાં અનંત “દર્શન” થાય છે. પણ આ ડું કે ઝાઝું જે કાંઈ દેખાય છે, તે બધુંય “દર્શન” અથવા “દૃષ્ટિ' કહેવાય છે એમાં માત્ર માત્રાને-અંશને ભેદ (Difference of degree) છે, દર્શનભેદ નથી. આ દર્શનની જાતિ એક છે, એટલા માટે “રાત પાવર” એ સૂત્ર પ્રમાણે “દૃષ્ટિ” એમ એકવચની પ્રયોગ કર્યો છે. આમ એગદષ્ટિ અથવા દર્શન એક છતાં તેના ઉન્મીલન અંશ પ્રમાણે–ઉઘડવા પ્રમાણે તેના વિભાગ પાડ્યા છે. આવું દર્શન કે દષ્ટિ કયારે ઉઘડી કહેવાય? તેની અત્ર મર્યાદા બતાવી છે કે જ્યારે સત્શાસ્ત્રની શ્રદ્ધાવાળે બેધ હોય ત્યારે.
આથી ઉલટું સશ્રદ્ધા વિનાને જે બેધ છે અથવા સ્વછંદ કલ્પનારૂપ અસત્ શ્રદ્ધાવાળે જે બેધ છે, તે “દૃષ્ટિ”
અથવા “દર્શન” કહી શકાય નહિં, દષ્ટિઅધપણું કારણ કે આંખ ઉઘડી ન હોય
ત્યાંસુધી જેમ અંધયાણું જ છે,