________________
૨૫૬
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા “દષ્ટિ ખૂલે ભલી રે' એ પરમ અર્થગર્ભ શબ્દપ્રયોગ કર્યો છે અને તે અત્યંત મહત્વને હેવાથી તે પરિફુટપણે સમજાવવા માટે અને તેની પૂર્વપશ્ચાત્ યથાયોગ્ય ભૂમિકા (proper perspective ) દર્શાવવા માટે આટલું પ્રાસંગિક વિવેચન કરવું પડયું. અસ્તુ ! હવે આગળ વધીએ !
પ્રાપતિ પ્રવચન વાક– અગાઉ “દષ્ટિ ખૂલે ભવી ” એને પરમાર્થ વિચાર્યું, તે આ ભલી દષ્ટિ કેમ ખૂલે ? તે માટે કહ્યું કે “પ્રાપતિ
પ્રવચન વાક” અર્થાત પ્રવચન પ્રવચન” શબ્દને વાણની પ્રાપ્તિ થાય તે દષ્ટિ ખૂલે. પરમાર્થ આ “પ્રવચન’ શબ્દ સમજવા
જે છે. હાલમાં તે લોકો વિવેક વિના ગમે ત્યાં ને ગમે તેવા પ્રસંગમાં આ મહાન શબ્દને શિથિલ (Loose) પ્રયોગ કરે છે. સામાન્ય પ્રાકૃત જનનું (Layman) સામાન્ય વિષયક (Common-place) ભાષણ કે વક્તવ્ય પણ “પ્રવચન” કહેવાય છે ! પણ અત્ર તે ખરેખરા પરમાર્થથી તેને પ્રયોગ કર્યો છે. પ્રવચન એટલે પ્રકૃષ્ટ વચન, પ્રમાણભૂત આમપુરુષનું વચન. જે વચન સર્વથી પર છે કે જેનાથી પર કઈ નથી એવું પ્રકર્ષ પામેલું (supreme & sublime) વચન તે પ્રવચન. આવું પરમાથે પરમ વિશ્વાસ એગ્ય, પરમ પ્રમાણુભૂત, “તહત્તિ” કરવા