________________
પાતક-વાતક” સાધુ કેવા હોય?
२६७
તે જ સાચા સદગુરુ છે. “છત્તર ગુખો ગુણ જ્ઞા” તે જાણે છે કે-જે આત્મજ્ઞાની આત્માનુભવી હોય, જે નિરંતર આત્મભાવમાં રમણ કરનારા આત્મારામી હોય, જે વસ્તુગતે વસ્તુનું સ્વરૂપ પ્રકાશનારા હોય, જ્ઞાની પુરુષના સનાતન સંપ્રદાયને અનુસરનારા જે સદા અવંચક હોય, અને જે સમકિતી પુરુષ સારભૂત એવી સંવર ક્રિયાના આચરનારા હોય, તે જ સાચા શ્રમણ છે, તે જ સાચા સાધુ છે, તે જ સાચા મુનિ છે, તે જ સાચા નિગ્રંથ છે, બાકી બીજા તે દ્રવ્યલિંગી” વેષધારીએ છે. આમ તે જાણતા હેઈ, મુખ્યપણે તેવા સાચા ભાવગીઓને જ, ભાવાચાર્ય આદિને જ તે માને છે, તેમના આદર-ભક્તિ કરે છે. “ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશ, આનંદઘન મત સંગી રે.
...વાસુપૂજ્ય.” “ આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવ આધાર રે. શાંતિજિન”
શ્રી આનંદઘનજી આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાળું પરમ કૃત, સદ્દગુરુ લક્ષણ યોગ્ય. ”
–શ્રીમદ્ રાજચંદ્રજી. “ વંતિ પર, તે નોતિ !” શ્રી આચારાંગસૂત્ર
આવા ભાવસાધુને જ મુખ્યપણે લક્ષગત રાખી અત્રે પાતક-ઘાતક' એ સૂચક શબ્દપ્રયેાગ કર્યો છે.