________________
સાગુણભૂષિત ભાવસાધુનું' જ માન્યપણ
૨૬૫
છાપના દૃષ્ટાંતે શ્રી ભદ્રબાહુસ્વામીએ અને ચેગઢષ્ટિસમુચ્ચયમાં યાગમીજ પ્રસંગે શ્રી હરિભદ્રસૂરિએ એ જ વાત કરી છે. નમસ્કાર મંત્રમાં પણ પંચ પરમેષ્ઠિ મળ્યે જેને ગૌરવભર્યું સ્થાન આપ્યુ છે તે મુખ્યપણે યથાકત ગુણગણુગુરુ ભાષાચાર્ય-ભાવસાધુને અનુલક્ષીને,
આમ સ્પષ્ટ શાસ્રસ્થિતિ છતાં અજ્ઞ માલ જીવાની દૃષ્ટિ તા પ્રાય: લિંગ-ખાદ્ય વેષ પ્રત્યે હાય છે, એટલે તે તા મુગ્ધ રાઇ ભાળવાઈ જઇ વેષમાં જ સાધુપણું ક૨ે છે. પણ પ્રજ્ઞ જન તે આગમતત્ત્વના વિચાર કરે છે; અર્થાત્ આગમાનુસાર, શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે, યથાસૂત્ર આચરણુરૂપ તાત્ત્વિક સાધુત્વ છે કે કેમ તેની સમીક્ષા કરે છે, અને જેનામાં યથાકત આદશ નિગ્રંથ શ્રમણુપણું દશ્ય થાય તેના જ સાચા સાધુપણે સ્વીકાર કરે છે. આવા જે વિચક્ષણ જના છે તે તેા ભાવિહીન દ્ભવ્યલિંગને પ્રાય: કઈ પણ વજૂદ આપતા નથી; તેઓ તે
સાધુગુણભૂષિત ભાવસાધુનું જ માન્યપણું
*
*
..
..
बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् । आगमतत्वं तु बुधः परीक्षते सर्वयत्नेन ॥
—શ્રી હરિભકૃિત જેાશક
बाह्यं लिङ्गमसारं तत्प्रतिबद्धा न धर्मनिष्पत्तिः । धारयति कायवशतो यस्माच्च विडम्बकोऽप्येतत् ॥ बाह्यप्रन्थत्यागाच्च चारु नन्वत्र तदितरस्यापि । चुकमात्र त्यागान्न हि भुजगो निर्विषो भवति ॥
""
– શ્રી હરિભદ્રસૂરિત વાડરાક્ર