________________
જિનેશ્વરતણી વાણી જાણી તે જાણી છે' ૨૬૧ દૃષ્ટિઅધપણારૂપ દષ્ટિરાગ નષ્ટ થાય છે, અને આંતર્દષ્ટિરૂપ દિવ્ય ચક્ષુ-“દિવ્ય નયન” ખૂલે છે, આધ્યાત્મિક એવી ગદષ્ટિ ઉન્મીલન પામે છે, એટલે મેરુ સમા મહિમાવાળો જે
પરમ નિધાન પ્રગટ મુખ આગળ” છે એવા જગધણી આત્માનું પરમાત્માનું તેને હૃદય-નયનથી દર્શન થાય છે. “ પ્રવચન અંજન જે સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; હૃદય-નયન નિહાળે જગધણું, મહિમા મેરુ સમાન ”
–શ્રી આનંદઘનજી, આમ પ્રવચનવાણને મહિમા મેરુ સમે મહાન છે. આ જિન પ્રવચનને જ્ઞાનીઓએ “સમુદ્ર”ની ઉપમા આપી
છે તે પણ અત્યંત યથાર્થ છે, જિનેશ્વરતણી વાણું કારણ કે તેને બંધ અગાધ જાણી તેણે જાણી છે” છે, પરમ પરમાર્થ ગંભીર છે,
“વધાધ', સુપદ પદવીરૂપ જલપૂરથી તે સુંદર છે, અહિંસારૂપ વિપુલ લહરીઓથી તે અગાહ દેહવાળે છે, તે ચૂલારૂપ વેલાવાળે અને ગુરુગમરૂપ મણિથી સંકુલ–ભરપૂર છે. આવા પ્રવચન–સમુદ્રને પાર પામ દુષ્કર છે. (જુઓ શ્રી હરિભકસૂરિકૃત સંસારદાવા
સ્તુતિ). આવી આ પ્રવચન વાણીને જેટલી ઉપમા આપવામાં આવે તેટલી ઓછી છે, “ઉપમા આગાની જેને તમા રાખવી તે વ્યર્થ.” આવી અનુપમ ગુણકારિણી જિનવાણ બાલ ખ્યાલ નથી પામતા, તે ગુણખાણ વાણી તે જેણે જાણી તેણે જ જાણી છે, “જિનેશ્વરતણું વાણી જાણું તેણે જાણું છે. અને તેવા પ્રકારે જન