________________
સૂક્ષ્મ ભેદ અનંત : સ્થાન પતિત હાનિવૃદ્ધિ ૨૪૯ તેમ વધારે ને વધારે ચકખું દેખાતું જાય છે, છેવટે સંપૂર્ણ પડદો ટળી જતાં પૂરેપૂરું દેખાય છે, આમ પડદો દૂર થવાની અપેક્ષાએ એક જ દૃષ્ટિના-દર્શનના જૂદા જૂદા ભેદ પડે છે. તે જ પ્રકારે કર્મપ્રકૃતિએના ઉપશમ, પશમ, ક્ષય આદિ પ્રમાણે જેમ જેમ કર્મનું આવરણ ખસતું જાય છે, પડદો દૂર થતો જાય છે, તેમ તેમ વધારે ને વધારે સ્પષ્ટ નિર્મલ દર્શન થતું જાય છે, ને છેવટે સંપૂર્ણ આવરણપડદો ટળી જતાં સંપૂર્ણ દર્શન થાય છે આમ આવરણ ટળવાના ભેદથી આ દૃષ્ટિના આઠ સ્થૂલ ભેદ સામાન્યથી પડયા છે.
પણ સૂમભેદની અપેક્ષાએ જે બારીકીથી જોઈએ, તે તેના વિશેષ ભેદ ઘણું ઘણું છે, અનંત છે, કે જેને કહેતાં
પાર ન આવે; કારણ કે મિત્રાથી સૂક્ષ્મભેદ અનંત માંડી પરા દૃષ્ટિ સુધી કર્મના ટ્રસ્થાન પતિત હાનિવૃદ્ધિ ક્ષયોપશમ આદિ પ્રમાણે, દર્શનના
પ્રકાર અનંત છે. ષટ્રસ્થાન પતિત ષડૂગુણવૃદ્ધિને નિયમ અહીં લાગુ પડે છે. જેમકે-(૧) અનંત ભાગવૃદ્ધિ, (૨) અસંખ્યાત ભાગવૃદ્ધિ, (૩) સંખ્યાત ભાગવૃદ્ધિ, (૪) સંખ્યાત ગુણવૃદ્ધિ, (૫) અસંખ્યાત ગુણવૃદ્ધિ, (૬) અનંત ગુણવૃદ્ધિ. આમ મિત્રાના કનિષ્ઠમાં કનિષ્ઠ પ્રકારમાં ઓછામાં ઓછું (minimum) એક અંશ (Unit) દર્શન માનીએ, તે પછી તેમાં આ નિયમ પ્રમાણે વૃદ્ધિના અનંત સ ગે (Permutations & Combinations) થતાં, અનંત ભેદ થાય. આમ યોગના સ્થાન પણ અસંખ્ય છે.