________________
દ્વિતીય પરિચ્છેદ : અભય અદ્વેષ અખેદની વ્યાખ્યા
હવે—પ્રભુસેવાની પ્રથમ ભૂમિકારૂપ જે અભય, અદ્વેષ, અખેદ કહ્યા, તેનું સ્વરૂપ શું ? કે જે જાણીને અમે અભય, અદ્વેષ અને અપેદને ભજીએ. તે જિજ્ઞાસા પ્રશ્નનું સમાધાન કરવા માટે ભય, દ્વેષ અને ખેઢની વ્યાખ્યા બતાવે છે, જેના ઉપરથી તેનાથી વિરુદ્ધ એવા અભય, અદ્વેષ, અભેદનું સ્વરૂપ સ્વયં સ્પષ્ટ થાય છે:
ભય ચંચળતા હા જે પરિણામની રે,
દ્વેષ અરાચક ભાવ;
ભેદ પ્રવૃત્તિ કરતાં થાકીએ રે,
અદોષ મધ લખાવ....સ'ભવદેવ૦ ૨
અર્થ :—પરિણામની ચંચળતા તે ભય છે, અરોચક ભાવ તે દ્વેષ છે, અને પ્રવૃત્તિ કરતાં થાકીએ તે ખેદ છે.આ ત્રણે દોષ અખેધરૂપ-અજ્ઞાનરૂપ છે.
વિવેચન
:
પરિણામની ચંચળતા–ધૂજરાપણુ, અસ્થિરપણું, કંપાયમાનપણું, સ ક્ષેાભપણું, તેનું નામ ‘ ભય ’ છે. જ્યારે કયારે ય પણ કર્યાં ય પણ કઈં પણ ભય અથવા ભયનું કારણુ ઉપસ્થિત થાય છે, ત્યારે અવશ્ય ચિત્તનું-ચિત્તપરિણામનુ ચંચલપણું —ક પાયમાનપણું થાય છે. આ સ` કાઇના સામાન્ય અનુભવ છે. એટલે જે કાઇ કારણથી ચિત્તનું ચ'ચલપણુ