________________
૧૬૮
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા ઉપજે છે, તે સર્વ “ભયની ગણનામાં આવે છે. આમ “ભયે” શબ્દને અતિ વિશાલ અર્થમાં અત્ર પ્રયોગ છે. એટલે અત્રે સહજ વિચારવાનું પ્રાપ્ત થાય છે કે ચિત્તચંચલતાના-ભયના મુખ્ય કારણ શું છે ?
અભય : “ભય ચંચલતા હો જે પરિણામની રે.”
આગલી કડીના વિવેચનમાં નિર્દેશવામાં આવ્યા હતા તે દશ સંજ્ઞાના પ્રકાર ભયના-ચિત્તચંચલતાના મુખ્ય કારણ છે, કારણ કે કોધાદિ સંજ્ઞારૂપ કારણથી આત્મપરિણામનું સ્પંદન-સંક્ષેભ ઉપજે છે. અને તે જ ચિત્ત-ચાંચલ્યરૂપ ભય” છે, એટલે તે કારણેને અભાવ તે અભય છે, એમ જાણું તે તે ભયકારણે ભક્તજને સૌથી પ્રથમ પ્રયત્નથી વર્જવા જોઈએ. જેમકે –
આહાર સંજ્ઞા–પ્રભુભક્તિમાં એવી તલ્લીનતા-તન્મયતા થઈ જાય કે આહાર વગેરે પણ ભૂલાઈ જાય, ખાવાપીવાનું ભાન ન રહે. એવી પ્રભુભક્તિની ધૂન આ ભક્ત જગજનને લાગે. પિયુ પિયુ ક્તી તમને જપું રે, હું ચાતક તુમ મેહ.”
–શ્રી યશોવિજયજી. ભયસંજ્ઞા-ભક્તિમાં તે ભયને જ ભય x લાગી તે
* “મીતામચકલમનિતિમવિવા' – શ્રી કલ્યાણ મંદિર સ્તોત્ર. “તચારુ નાનુપાતિ મય મિચેવ” –શ્રી ભક્તામર સ્તોત્ર.