________________
આવ્યષ્ટિ ઃ ગદ્રષ્ટિ
૨૪૧ તેમાં પણ (૫) દષ્ટા-જેનારે જે ભૂત વગેરે ગ્રહથી અથવા ચિત્તવિભ્રમ વગેરે ગ્રહથી ગ્રહાયેલો હોય તે તેના દેખવામાં, (૬) અને તેવા ગ્રહરહિત જેનારના દેખવામાં પણ એક ભેદ-ફેર પડે, (૭) અથવા દેખનારે બાળક હોય તે તેના દેખવામાં (૮) અને પુખ્ત ઉમરને હેય તે તેના દેખવામાં પણ વિવેકના ઓછાવત્તા પ્રમાણને લીધે તફાવત હોય; અથવા (૯) કાચ (પડલ-મેતીએ) વગેરે આડે હેવાથી દેખનારની દષ્ટિ જે અવરાઈ–ઢંકાઈ હોય તે તેના દેખવામાં, (૧૦) અને કાચ (પડલ) આડો ન હોય, તેના દેખવામાં પણ જરૂર ફેર પડે. આમ એક જ દશ્યમાં–જેવાની વસ્તુમાં પણ વિચિત્ર ઉપાધિભેદને લીધે જૂદા જૂદા દષ્ટિભેદ થાય છે. આ દષ્ટાંત પ્રમાણે લૌકિક પદાર્થને લોકિક દષ્ટિએ દેખવાના જે ભેદ છે, તે તે એઘદૃષ્ટિના પ્રકાર છે. સઘન અઘન દિન ૨યણિમાં, બાલ વિકલ ને અનેરા રે, અર્થ જુએ જેમ જૂજૂઆ, તિમ ઓઘ નજરના ફેરા રે.
વીર જિનેસર દેશના.” શ્રી યશોવિજ્યજીકૃત યોગ. દ. સજ્જાય. ૧-૨ ઓઘદષ્ટિ' એટલે સામાન્ય દષ્ટિ, સામાન્ય દર્શન. ઓઘ એટલે પ્રવાહ. પ્રવાહપતિત દૃષ્ટિ તે એઘદષ્ટિ. આમ અનાદિ સંસારપ્રવાહમાં તણાઈ રહેલા અને તેમાં જ રચનાર એવા ભવાભિનંદી સામાન્ય કેટિના જીની દષ્ટિ, તે ઓઘદષ્ટિ છે. લેપ્રવાહને અનુસરતા પ્રાકૃત જનનું જે લૌકિક પદાર્થ સંબંધી સામાન્ય દર્શન તે ઓઘદષ્ટિ છે.