________________
૨૩૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
અને ભવ્ય પણ જ્યાં લગી અપૂર્વ (unprecedented) આત્મપરિણામરૂપ ભાવને પામી, અપૂર્વ આત્મપુરુષા સ્ફુરાવી, અનન્ય પ્રયત્નથી, અસાધારણ (Extraordinary effort ) પ્રયાસથી, પોતાના સ સામર્થ્યથી ( with all his might ), શૂરવીરપણે ‘યા હોમ કરીને,' ગ્રંથિરૂપ દુધ દુર્ગાના ભેદ કરવા સર્વાંત્માથી પ્રવર્ત્તતા નથી, ત્યાં લગી તે પણ તે કાર્ય માં સફળ થતા નથી. કારણ કે ગ્રંથિભેદરૂપ દુÖટ કાર્ય માટે અસામાન્ય અસાધારણ અપૂર્વ પ્રયત્નની જરૂર છે, તેમાં પૂર્વાનુંપૂ યથાપ્રવ્રુત્ત પ્રયત્ન કામ આવે નહિ. જેમ યુદ્ધમાં મજબૂત કિલ્લે સર કરવા માટે ખળવાન્ શસ્ત્રોથી ભારી હૅલ્લા ( Mass attack ) કરવા પડે છે, તેમ ગ્રંથિરૂપ દુર્ભેદ્ય દુર્ગાને જીતવા માટે અપૂર્વ આત્મપુરુષાર્થરૂપ ભાવવજાના જોરદાર હલ્દા લઈ જવા જ જોઇએ, નહિ તે તેમાં નિષ્ફળતા જ મળે છે, અર્થાત્ ગ્રંથિ આગળથી પીછેહઠ ' ( Retreat ) કરવી પડે છે.
અપૂર્ણાંકરણ : અપૂર્વ આત્મપુરુષા
“ ગ્રંથિ પહેલે ગુણુસ્થાનકે છે, તેનું ભેદન કરી આગળ વધી ચાથા સુધી સંસારી જીવા પહેાંચ્યા નથી. કાઇ જીવ નિરા કરવાથી ઊંચા ભાવે આવતાં, પહેલામાંથી નીકળવા વિચાર કરી, ગ્રંથિલેકની નજીક આવે છે, ત્યાં આગળ ગાંઠનુ એટલુ બધુ તેના ઉપર જોર થાય છે કે ગ્રંથિભેદ કરવામાં શિથિલ થઈ જઈ અટકી પડે છે; અને એ પ્રમાણે મેળે થ પાછા વળે છે. આ પ્રમાણે ગ્રંથિભેદ નજીક અનંતીવાર