________________
યથાપ્રવૃત્ત કરણ : અપૂર્વ આત્મપુરુષાર્થ વિશેષ કે જેથી કર્મનું કરણ થાય છે... છેદ ઉડાવાય છે, યુદ્ધમાં કરણ–અટાપટાના દાવની જેમ, કર્મ અને આત્માના સનાતન યુદ્ધમાં કર્મશત્રુને મહાત કરવાના આ કરણ–દાવ ખેલાય છે, કે જેથી કરીને કર્મશત્રુ ઢીલું પડે છે, તેના સ્થિતિ-રસ આદિ મંદ થાય છે.
. ગિરિનદીને પત્થર ઘસાતાં પીસાતાં, કૂટાતાં પીટાતાં, ઘર્ષણ-ચૂર્ણનન્યાયે ગેળ લીસે થાય છે. તેમ અન દિ
સંસારમાં રખડતા આથડતા જીવને યથાપ્રવૃત્ત કરણ. કવચિત્ કવચિત કેમે કરીને
ભાવમલની ક્ષીણતા થતાં તથાભવ્યત્વને પરિપાક થયે, એ કોઈ વિશિષ્ટ આત્મપરિણામ થઈ આવે છે, એ કઈ કુણે-કમળ મંદ વિષયકષાયી આત્મભાવ થઈ આવે છે, એવી કમસ્થિતિ–રસની મંદતા ઉપજે છે, કે તે ગ્રંથિની નિકટ આવી પડે છે. “આગુસે ચલી આતી હે” એ રીતે અનાદિ કાળપ્રવાહમાં પ્રવર્તતાં પ્રવર્તતાં જીવને જે કવચિત કિંચિત્ ભાવ ચમકારા જેવું સામાન્યપણે (ordinarily ) પ્રવર્તે છે એવું પૂર્વાનુપૂર્વ કરણ તે યથાપ્રવૃત્તકરણ છે. આવું યથાપ્રવૃત્તકરણ તે જીવ અનંત વાર કરે છે, ને અનંત વાર ગ્રંથિની નિકટ આવે છે. પણ તે માત્ર સામાન્ય–સાધારણ પ્રયત્નરૂપ હેઈ આત્મવીર્યની મંદતાને લીધે તે ગ્રંથિભેદ કર્યા વિના પાછા વળી જાય છે. આ કરણું ભવ્ય–અભવ્ય બનેને પ્રાપ્ત થાય છે, પણ બીજા બે કરણ ઉપર કહ્યું તેમ એકલા ભવ્યને જ પ્રાપ્ત થાય છે, અભાવ્યને નહિં, એટલે જ તે મોક્ષમાર્ગમાં પ્રવેશી શકતું નથી,