________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
ક્રોધસ’જ્ઞા—ક્રોધના ઉય અહીં ઢાય નહિ, કારણુ કે ક્રોધ અને પરમ શાંત સુધારસમાં નિમજ્જનરૂપ ભક્તિને અને નહિ. પ્રશમરસનિમગ્ન પરમાત્માના દર્શનથી જ ક્રોધ ઝુમી જાય, ને શાંત અમૃતરસમાં ઝીલે.
૧૭૦
· અમિયભરી મૂરતિ રચી રે, ઉપમા ન ઘટે કાય; શાંત સુધારસ ઝીલતી રે, નીરખત તૃપ્તિ ન હોય....વિમલજિન.’ —શ્રી આનદુઘનજી
‘ઉપશમરસ ભરી, સર્વ જનશ કરી,
મૂર્ત્તિ જિનરાજની આજ ભેટી.’-શ્રી દેવચંદ્રજી માનસ'જ્ઞા—લૌકિક માન–મોટાઈની કે ક્રીત્તિ-પૂજા વગેરેની સ્પૃહા અહીં સશુદ્ધ ભક્તિમાં ઘટે નહિ. જો લેાકમાં મનાવા–પૂજાવાની કામનાએ તે કરવામાં આવે, અથવા હું કેવી ભક્તિ કરું છું, એવું અભિમાન ધરવામાં આવે, તે તે ચિંતામણિ રત્નને કાણી કાડી જેવું કરી મૂકે છે; કારણ કે અમૂલ્ય એવા ઉત્તમ ભક્તિક વ્યને ગૌણુ કરી તે પામર, તુચ્છ, નિર્માલ્ય માનની પાછળ દોડે છે; એટલે કે પરમ મહત્ એવા ભક્તિ આદિ ધર્મકાર્ય નું ખુલ્લું અપમાન કરી, આશાતના કરે છે, પણ સાચા ભક્તજન તા કેવલ એક આત્માથે જ-આત્મકલ્યાણને માટે જ પ્રભુભક્તિ કરે છે.
* साम्यं विना यस्य तपः क्रियादेर्निष्ठा प्रतिष्ठार्जनमात्र एव । स्वर्धेनुचितामणिकामकुंभान् करोत्यसौ काणकपर्दीमूल्यान् ॥ . —શ્રી યશાવિજયજી કૃત અધ્યાત્માપનિષદ્