________________
આહારાદિ દશ સંશા નિરોધ
૧૬૯
ભાગી જાય ! દૂરથી જ પલાયન કરી જાય ! તે પછી પરમ સમર્થ એવા પરમાત્મા જેવાનું જેણે પરમ નિર્ભય ચરણ-શરણ ગ્રહ્યું છે, એવા ભક્તરાજને ભય શો ? થીંગ ધણી માથે કિયો રે, કુણ ગંજે નર એટ?....વિમલજિન”
શ્રી આનંદઘનજી જસુ ભગતે નિરભય પદ લહીએ, તેહની સેવામાં થિર રહીએ.”
શ્રી દેવચંદ્રજી મિથુનસંજ્ઞા-તુચ્છ કામવિકારને તે ભક્તિવેળાયે ઉદ્ભવ ઘટે જ નહિં; કારણ કે નિષ્કામ એવા પરમાત્માનું નામસ્મરણ પણ કામને નાશ કરનારું છે.
“પરમાતમ પદ કામના, કામનાશન એહ.” જોતાં પણ જગજતુને, ન વધે વિષયવિરામ.”
શ્રી દેવચંદ્રજી “જિહાં કામ ત્યાં રામ ના, રામ તિહાં નહિં કામ.”
પરિગ્રહ સંજ્ઞા-પરિગ્રહની મૂચ્છ, પરવસ્તુને પિતાની માનવારૂપ મમત્વબુદ્ધિ અત્રે દૂર થઈ જાય, કારણ કે પરવસ્તુ પ્રત્યેની-પુદ્ગલાદિ પ્રત્યેની પ્રીતિ છોડ્યા વિના પ્રભુ સાથે પ્રીતિ જેડાય નહિ. અને સાચે ભક્તજન તે પ્રભુને નિરંતર પ્રાથે કે-હે પરમકૃપાળુ દેવ ! આપ મને આ પર પરિણતિ રંગમાંથી ઉગારે ! આ પરવસ્તુની જાલમાંથી છેડા ! આવા પુરુષને ભક્તિકાર્યમાં પરિગ્રહ સાંભરે પણ શેને?
એ પરપરિણતિ રંગથી રે, મુજને નાથ ઉગાર રે દયાલરાય !” “પ્રીતિ અનંતી પરથકી, જે તેડે તે જોડે એહ.”
-શ્રી દેવચંદ્રજી