________________
૧૯
:
"
પ્રભુસેવાની પ્રથમ મિક્ષ
અનુભૂત છે. પણ એક શુદ્ધ આત્મતત્વની પરમાર્થ વાર્તા આ જીવે કદી પણ સાંભળી નથી, પરિચિત કરી નથી, અનુભવી નથી. છતાં આવી અનંત પરભાવપ્રવૃત્તિથી આ જીવ હજુ પણ થાક નથી, ખેદ પામ્યું નથી, એ ખરેખર! મહાખેદમય આશ્ચર્ય વાર્તા છે ! આ જ આ મહામૂઢ ભાવાભિનંદી જીવને પરભાવપ્રવૃત્તિ પ્રત્યેને કેટલે ઉત્કટ સ છે તે સૂચવે છે ! તેથી જ તે પરપ્રવૃત્તિમાં અશ્રાંતપણે પ્રવર્તતાં ખેદ પામવાને બદલે અખેદ ધારી રહ્યો છે !
પણ પ્રભુભક્તિ આદિ આત્માર્થ પ્રવૃત્તિ કે જે જીવન ખરેખરા પરમાર્થ સત્ સાચા સ્વાર્થની પ્રવૃત્તિ છે, તે પરત્વે
આ જીવની કેવી સ્થિતિ છે? કેવી આત્મપ્રવૃત્તિમાં ખેદ !! પરિણતિ છે? કેવી દષ્ટિ છે? તેના
પ્રત્યે તે જાણે તેને રુચિ જ નથી, રસ જ નથી, વૃત્તિ જ નથી, અથવા છે તે ઉપરછલી, ઉપલક કે દેખાવ પૂરતી ! ક્ષણ–બે ક્ષણ, ઘડીએ ઘડી આ પ્રવૃત્તિ કરતાં તે બાપડ થાકી જાય છે! આત્માર્થ બાધક એવી સાંસારિક પરપ્રવૃત્તિ કે જે ક્ષણિક તુચ્છ કલિપત લાભદાયી અને પરિણામે હાનિકારી છે, તે માટે જીવ ગમે તેટલી પ્રવૃત્તિ કરતાં થાકતે નથી, અને આત્માર્થસાધક એવી શાશ્વત પરમ આત્મલાભ *આપનારી જે આ સ્વભાવરૂપ સત પ્રવૃત્તિ છે, તે માટે છેડી પણ પ્રવૃત્તિ કરતાં આ જીવને થાક લાગે છે! નાટક-સિને માદિ તમાસા ઉજાગરા કરીને પણ જે ગીની જેમ એકીટસે પૂર્ણ રસથી કલાકોના કલાકે જોતાં થાકતો