________________
૧૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
રૂપ—તત્કાળ કારણરૂપ તે ચરમ પુદગલાવત્ત જ છે. તે નવનીત-માખણ આદિ સમાન છે. જેમ નવનીત–માખણ આદિમાંથી ઘી શીધ્ર જ બને છે, તેમ આ ચરભાવમાં અધ્યાત્મ-ગ શીદ્ય નિષ્પન્ન થાય છે. અને તેથી મુક્તિ પણ સન્નિધાનમાં વતે છે. અન્ય આવર્તે તે તૃણદિ ભાવ સમાન છે. જેમ તૃણાદિમાંથી ઘી બનવાને હજુ બહુવાર છે, તેમ અચરમાવમાં અધ્યાત્મપ્રાપ્તિ બહુ દૂર છે અને તેથી મુક્તિ પણ દૂર છે.
(૬) અને આમ કેમ છે ? તેનું કારણ એ છે કેઅચરમાવતી જી ભવાભિનંદી હોય છે, પ્રાયઃ
આહાર-ભય-પરિગ્રહ એ ત્રિસંજ્ઞાથી . (૬) અચરમાવર્તી યુક્ત અને એથી કરીને જ દુઃખીઆ ભવાભિનંદી એવા હોય છે. તેમાં વળી ધર્મક્રિયા
કરનારા કેઈ હોય તે તે પણ -લેકપંક્તિમાં આદર કરનારા હોય છે. અર્થાત શુદ્ધ, લાભરતિ, દીન, મત્સરવંત, ભયવાન, શઠ, અજ્ઞ એવા આ ભવાભિનંદીસંસારને અભિનંદનારા- સંસારમાં રચ્યાપચ્યા રહેનારા જીવે નિષ્ફળ આરંભસંગત હોય છે, વંધ્યકિયાસંપન્ન હોય છે, તેઓની ધર્મક્રિયા પણ વાંઝણી હોય છે, “છાર પર લિંપણ” જેવી હોય છે, “આંધળે વણે ને પાડે ચાવે” એના જેવી હોય છે. ભવને અભિનંદનાર (Hailing) જીવના સમસ્ત ધર્મમંડાણ પણ આમ તેની અંતર્ગત પરિણતિવૃત્તિની દુષ્ટતાને લીધે મિથ્યા હોય છે, વંચક થઈ પડે છે.