________________
અભેદભાવે સની ઉચિત સેવા ? સારબોધ તાત્પર્ય ૨૩
સર્વ કેઈની પણ યથાયોગ્ય સેવા અભેદભાવે સર્વની કરવી, એ ઉચિત સેવા છે, ઉચિત સેવા સેવાધર્મ છે. અત્રે ઉચિતપણું
યથાગ્યપણું આમ સમજવું મુનિ-સાચા સાધુગુણથી મુક્ત એવા સત્પાત્ર પુરુષ પ્રત્યે જે વૈયાવચ્ચ-સેવા કરવામાં આવે, ત્યાં ભક્તિભાવનું પ્રધાનપણું ઉચિત છે. દુઃખી, દીન, અપંગ વગેરે પ્રત્યે કાંઈ સેવા કરવામાં આવે તેમાં અનુકંપાભાવનું પ્રધાનપણું ઉચિત છે. ઈત્યાદિ અત્ર વિચારવું એગ્ય છે.
આમ અત્રે ત્રણ લક્ષણે કહ્યા, તે જેનામાં હોય, તે ચરમ આવર્તમાં વર્તે છે, તેને ભવચકને છેલ્લે આંટે છે એમ જાણવું. માટે ચરમાવર્તામાં આવવું હોય, ભવને અંત આણ હોય, તે આ લક્ષણે-પ્રાથમિક ગુણે આત્મામાં પરિણમાવવા જોઈએ; દુ:ખીની અત્યંત દયાથી હૃદયને કમળ-આદું કરવું જોઈએ, ગુણઅદ્વેષથી ચિત્તભૂમિ ચેકખી કરવી જોઈએ, અને સર્વ જીવની યાચિત સેવા કરી વિશ્વવત્સલ બનવું જોઈએ. એમ આ ઉપરથી મહાત્મા શાસ્ત્રકારે ગર્ભિત બોધ આપે જણાય છે.
x “ મનુનુ રારિ વાત્રે સુ હંગાતા | अन्यथाधीस्तु दातृणामतिचारप्रसजिका ।"
-શ્રી યશવિજયજીકૃત દ્વાર્વિશત દ્વાર્વિશિકા.