________________
આહારાદિ દશ સંજ્ઞા નિષેધ
૧૭૧ “સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહિં પરમાર્થને, લેવા લૌકિક માન. ”
શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ 'भवाभिनन्दिनो लोपपंक्या धर्मक्रियामपि । महतो हीनदृष्टयोच्चैर्दुरन्तां तद्विदो विदुः ॥'
–શ્રી ગબિન્દુ, ૮૯ માયાસંજ્ઞા–શુદ્ધ ભક્તિમાં માયા-કપટ ન હોય, બગલા ભગત જેવી કુટિલતા-માયાચાર ન હોય, દંભ ન હૈય, પિતાના દોષના આચછાદનરૂપે–ઢાંકણરૂપે ધર્મને ડાળઢંગીપણું ન હોય, દાંભિક છેતરપીંડીવાળી ડગબાજી ન હોય, પિતાને ને પરને વંચવારૂપ આત્મવંચના ન હોય, “હાથમાં માળા ને મનમાં લાળા” એવી વંચક વૃત્તિ ન હોય, ટીલાટપકાં તાણ જગને છેતરવાની ચાલબાજી ન હોય. સાચે ભક્તજન તે ચકખા ચિત્ત, નિખાલસ સરલ હૃદયે, શુદ્ધ અન્ત:કરણથી, નિષ્કપટપણે, પ્રભુચરણ પ્રત્યે આત્માર્પણ કરવાની ભાવના ભાવે, ને તેમ કરવા પ્રવર્તે. કપટ રહિત થઈ આતમ અર૫ણ રે, આનંદઘન પદ રહ.”
–શ્રી આનંદઘનજી જ્યાંસુધી ચિત્તમાં બીજો ભાવ હોય ત્યાં સુધી તમારા સિવાય બીજામાં મારે કંઈ પણ ભાવ નથી એમ દેખાડીએ તે તે વૃથા જ છે અને કપટ છે; અને જ્યાં સુધી કપટ છે ત્યાં સુધી ભગવાનના ચરણમાં આત્માનું અપર્ણ કયાંથી થાય ? જેથી સર્વ જગના ભાવ પ્રત્યે વિરામ પમાડી, વૃત્તિને શુદ્ધ ચેતન્યવાળી કરવાથી જ તે વૃત્તિમાં અન્યભાવ