________________
૧૭૬
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
છે. જ્યાં પ્રભુના સ્વરૂપનું સંવેદન થાય છે ત્યાં વેદનાની સ્મૃતિ પણ કેમ થાય ? પ્રભુનું શરણ જેણે ગ્રહ્યું છે, તેને અશરણપણુની કે અગુણિપણાની ભીતિ કયાંથી હોય ? પરમ અમૃત–પદદાતા પ્રભુને જે ભજે છે, તેને મૃત્યુને કે અકસ્માતને ભય ને રહે ? સત મહાભય ટાળતે રે, સપ્તમ જિનવર દેવ.”–
શ્રી આનંદઘનજી વળી એ જ પ્રકારે વિષયવિકારાદિ બીજા પણ જે જે ચિત્તચંચલતાના કારણ છે, તે પણ ભયસ્થાન હાઈ પ્રભુસેવા ઈચ્છનારે પ્રયત્નથી વર્જવા જોઈએ. જ્ઞાની મહાત્માઓએ પિકારીને કહ્યું છે કે “મૂહાત્મા જ્યાં (વિષયાદિ પરવસ્તુમાં) વિશ્વસ્ત છે, તેનાથી બીજું આત્માનું ભયસ્થાન નથી; અને જ્યાંથી ભયભીત છે, તે પરમાત્મસ્વરૂપથી બીજું અભયસ્થાન નથી.'
તાત્પર્ય કે–પ્રભુ સેવા ઈચછનાર ભકતજને ચિત્તચંચલતાના સર્વ કારણ છેડી સૌથી પ્રથમ ચિત્તસ્થિરતા-અભયતા
કેળવવી જોઈએ; પરમ અભયદાનપરમ અભય પ્રભુના દાતા પ્રભુને આશ્રય કરનારે સર્વ આશ્રયે અભય થવું. ભયને પરિત્યાગ કરી પરમ નિર્ભયઅભય થવું જોઈએ. અને એમ થાય તો જ પ્રભુ સેવાની
x “ मूढात्मा यत्र विश्वस्तस्ततो नान्यद् भयास्पदं । यतो भीतस्ततो नान्यदभयस्थानमात्मनः ॥"
–શ્રી પૂજ્યપાદસ્વામીજીકૃત સમાધિશતક.