________________
સપ્ત મહાભય રહિત અભયપણું
૧૭૫
ચાલે નહિં, લોભને લોભ થાય નહિં, અંધશ્રદ્ધા ટળીને સાચી સમજણ હોય, અને લેકની વાહવાહની બીલકુલ પરવા ન હોય,–એવી ચિત્તસંભના કારણ રહિત, “અભય” સંશુદ્ધ ભક્તિ જ સાચા જોગીજને કરે છે.
વળી ઈહલોકભય, પરલોકભય, વેદનાભય, અશરણુભય, અગુપ્તિભય, મરણુભય, આકસ્મિકભય-એમ સાત પ્રકારના
મહાભય જે વર્ણવવામાં આવ્યા છે, સંત મહાભય રહિત તે પણ ચિત્તચંચલતાના કારણરૂપ - અભયપણું હાઈ ખરેખર “ભય છે, કારણ કે
તે તે ભયને લીધે વ્યાકુલપણું રહે છે, અને તેથી ચિત્તચંચલતા–સકંપતા ઉપજે છે. એટલે ભકતજને તે ભય પણ પ્રયત્નથી ટાળવા જોઈએ. જેમકે–આ લોકમાં પુત્ર પ્રતિબંધ, સ્ત્રી પ્રતિબંધ, ધન પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ આદિ કારણેને અંગે મેહને લીધે, આનું આમ અનિષ્ટ થઈ જશે તો? આ મારું ઈષ્ટ કઈ હરી જશે ? અગ્નિથી, જલથી વા અન્યથી મારી આ સંપત્તિને નાશ થશે તે ? આ કુટુંબની અપકીર્ડ્સિ થશે તે? ઈત્યાદિ અનેક પ્રકારે આ લેક સંબંધી ચિંતારૂપ આર્તધ્યાન આદિથી ચિત્તની ચંચલતા–સભયતા ઉપજે છે. તેવા પ્રકારની સભયતા પરમ નિર્ભય એવા અભયદાતા પ્રભુના શરણાથી સાચા ભક્તજનને ઘટે જ નહિં. તે તે પરમ નિર્ભયતા જ અનુભવે.
પરલોકમાં મારું શું થશે ? એ સંબંધી કંઈ પણ ચિંતાનું કારણ ભક્ત જનને હેતું નથી, કારણ કે પ્રભુભક્તિથી મને અવશ્ય સુગતિની પ્રાપ્તિ થવાની છે એ તેને નિશ્ચય