________________
૧૮૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા “તુજ કરુણ સહુ ઉપરે રે, સરખી છે મહારાજ ! પણ અવિરાધક જીવને રે, કારણ સફળ થાય.ચંદ્રાનન જિન!” “જન્મ કૃતારથ તેહને રે, દિવસ સફલ પણ તાસ, જિનવર પૂજે. જગતશરણ જિનચરણને રે, વંદે ધરિય ઉલ્લાસ...જિનવર પૂજે”
–શ્રી દેવચંદ્રજી. શુભ શીતળતામય છાંય રહી, મનવાંછિત જ્યાં ફળપંક્તિ કહી, જિનભક્તિ ગ્રહ તરુ કલ્પ અહે! ભજીને ભગવંત ભવંત લહે.”
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી મેક્ષમાળા છે અને સાચે જે ભક્તજન હોય છે તેને તે પ્રભુ પ્રત્યે શ્રેષ–અરેચકભાવ હોવાની વાત તે દૂર રહે, પણ પરમ
અદ્વેષ જ હોય છે, પરમ રોચકભાવ પ્રણના અદૂભુત ગુણગણ જ હોય છે, કારણ કે પ્રભુના - પ્રત્યે ગુણરુચિ અનન્ય ગુણગણુથી રીઝી તેને તેમના
પ્રત્યે પરમ પ્રીતિ ઉપજી છે, પરમ અચિ જાગી છે, અને પ્રભુની આ અનન્યસદશ ગુણસમૃદ્ધિ તેને એટલી બધી ગમી ગઈ છે કે આવી ગુણસંપત્તિ મને હોય તે કેવું સારું ! એવી સ્પૃહારૂપ રુચિ તેને ઉપજી છે. જેમ કઈ દરિદ્ર ગ્રામ્યજન મહાધનાઢય શ્રીમાન એશ્વર્યસંપન્ન નગરનિવાસીને ભાળી આશ્ચર્ય પામી, મને પણ આવી સંપત્તિ હોય તે કેવું સારું એમ ભાવે છે તેમ આત્મગુણધનમાં દરિદ્ર એવા પ્રાથમિક આદિ અવસ્થામાં વર્તતા ભવ્ય જીવને પરમશ્રીમાન પરઐશ્વર્યસંપન્ન મુક્તિનગર-નિવાસી પ્રભુની અભુત જ્ઞાનાદિ અનંત અપાર સંપદા સાંભળતાં, તેના પ્રત્યે પરમ રુચિ, ગમે પૃહા ઉપજે છે કે અહે ! આવી