________________
૧૭૨
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
રહ્યો ન હોવાથી શુદ્ધ કહેવાય અને તે નિષ્કપટ કહેવાય. એવી ચૈતન્યવૃત્તિ ભગવાનમાં લીન કરવામાં આવે તે જ આત્મઅર્પણતા કહેવાય. x x x જે પોતે બીજે સ્થળે લીન છે, તેના અર્પણ થયેલા બીજા જડ પદાર્થ ભગવાનમાં અર્પણ કયાંથી થઈ શકે ? માટે ભગવાનમાં ચિત્તવૃત્તિની લીનતા એ જ આત્મઅર્પણતા છે. ” –શ્રીરાજચંદ્રજીત રાષભજિન સ્તવન વિવેચન.
લોભસંજ્ઞા–મને આ ભક્તિ આદિથી આ સાંસારિક લાભ હે, એવી લોભવૃત્તિ–લાલચ સંશુદ્ધ અનુષ્ઠાનમાં ઘટે નહિં, કારણ કે જો એવા તુચ્છ ક્ષણિક નમાલા ફલની ઈચ્છા રાખે, તે તે અનંતગણું મોટું ફલ હારી જાય છે, ચિંતામણિ વેચી કાંકરો ખરીદે છે! તે તે ભક્તિ નહિ પણ ભાડાયત જ છે ! પણ સાચો ભક્તજન તે તેવી કેઈપણ ભરૂપ લાલચ રાખે જ નહિં, તે તે અનાસક્તપણે કોઈપણ ફળની આશા વિના ભક્તિ આદિ કર્તવ્ય કર્યા કરે.
“જોવાધિકારસ્તે મા : વન” –ગીતા. “ભક્તિ નહિ તે તે ભાડાયત, જે સેવાફલ જા.”
–શ્રી દેવચંદ્રજી ઘસંજ્ઞા–સામાન્ય, પ્રાકૃત જનપ્રવાહને અનુસરવારૂપ ગાડરીઆ પ્રવાહ જેવી વૃત્તિ અત્ર ન હોય, ગતાનુગતિકપણું ન હોય, આંધળાની પાછળ આંધળો દેડ જાય એવું અંધશ્રદ્ધાળુપણું ન હોય, પરંતુ સાચી તત્વ સમજણપૂર્વકની ભક્તિ હોય