________________
૧૬૬
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા જે તે પ્રભુસેવારૂપ પ્રાસાદ બંધ હોય, તે પ્રથમ તેને દેઢ પીઠિકાબંધ બાંધવે જોઈએ, મજબૂત પાયો નાંખો જોઈએ. તે જ તેનું સાનુબંધ ચણતર થયા કરે, તે જ તેની ઉપલી ભૂમિકાઓનું સર્જન થાય. નહિ તે “મૂરું નાસ્તિ ૩ના રાણા” મૂળ નહિ તે શાખા કયાંથી હોય? નિરાધારનિરવલંબ મકાન કેમ ઊભું થાય ? બીજ વિના ઝાડ કેમ થાય ? માટે અહે ભવ્યજને ! પ્રભુભક્તિના કામી એવા મુમુક્ષુઓ! તમે પ્રભુસેવારૂપ અલોકિક પ્રાસાદની દઢ ભૂમિકા બાંધે, મજબૂત પાયે નાંખે –કે જેથી કરીને અનુબંધથી તે મહા દિવ્ય પ્રાસાદનું સાંગોપાંગ નિર્માણ સંપૂર્ણ કરી, તેના પર મુક્તિરૂપ કલશ ચઢાવી, વસ્તસ્વરૂપની સિદ્ધિરૂપ “વાસ્તુ' કરાવી, તે અનુપમ પ્રાસાદમાં નિરંતર નિવાસ કરવાનું પરમ સૌભાગ્ય તમે પ્રાપ્ત કરે !
અને તે પ્રથમ ભૂમિકા તે અભય, અદ્વેષ અને અખેદ છે, માટે આ ગુણત્રયી પ્રથમ પ્રાપ્ત કરી, તમે આ આત્મસ્વરૂપનું પ્રભુત્વ પામેલા પરમ પ્રભુને સે ! ॥ इति श्री संभवजिनस्तवने प्रथम गाथाविवरणम् ॥१॥