________________
૧૫૪ આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન કે-ક્યારે મ્હારી કાળલબ્ધિ પાકે ને મને દિવ્ય નયનની પ્રાપ્તિ.
થઈ ત્યારું દિવ્ય દર્શન સાંપડે ! એ જન જીવે છે અને તે પ્રાપ્તિ મને મોડા-વહેલી જિન! જાણજો રે, થશે જ એવી મને પૂરેપૂરી આશા આનંદઘન મત અંબ!” છે; કારણ કે આંબાની ગેટલી યેગ્ય
ભૂમિમાં વાવી છે, તે તેમાંથી કાળાંતરે બે અવશ્ય થશે. પણ તેમ થવામાં પણ અમુક વખત જશે, કાળપરિપાક થયે આંબે પાકશે, “ઉતાવળે આંબા ન પાકે. તેમ હે પ્રભુ ! હારી ભક્તિરૂપ–પરમ પ્રીતિરૂપ યેગના બીજ મેં ચિત્ત-ભૂમિમાં વાવ્યા છે, તે મને ખાત્રી છે કે કાળાંતરે પણ તેના દિવ્ય નયનરૂપ ફળની મને અવશ્ય પ્રાપ્તિ થવી જ જોઈએ. હે પરમ કૃપાળુ દેવ ! હારી પરમ પ્રીતિ–ભક્તિરૂપ ગોટલી શુદ્ધ ચિત્ત-ક્ષેત્રમાં વાવી છે, તે આનંદઘનરૂપ આંબો અવશ્ય કાળલબ્ધિ પામી પાકશે જ, એ મને અખંડ નિશ્ચળ નિશ્ચય છે. અથવા હે આનંદઘન ભગવાન ! આપ પોતે આમ્રવૃક્ષરૂપ છે, પરમ નિષ્કારણ કરુણાશીલ પરમ ઉપકારી છે, શીતલ શાંતિદાયી છાયા આપે છે, ફલભારથી લચી રહેલા આપ આમ્રવૃક્ષ શું મને એકાદ ફળ નહિં આપો? આપશે જ, એ મને પરમ દઢ વિશ્વાસ છે, અભંગ આશા છે. હે જિનદેવ ! એ આશાને તાંતણે જ ટીંગાઈ રહી હું જીવી રહ્યો છું, એ આશાતંતુ જ મને જીવાડી રહ્યો છે. જે એ આશાતંતુનું અવલંબન ના હેત તે હું જીવત જ નહિં, મ્હારું ભાવમૃત્યુ જ થયું હેત ! પણ આશા અમર છે,” આખું જગત આશાએ જીવે છે, તેમ હું પણું હારી તે એકની એક આશાએ જ જીવી રહ્યો છું, ને.