________________
૧૬૨
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા આદર્શ સ્થાને સ્થાપી, તેની એકનિષ્ઠ આરાધના કરવી, તે મુખ્ય–પ્રધાન ગબીજ થઈ પડે એમાં જરાય આશ્ચર્ય નથી..
એટલે મેક્ષફળના કામી એવા મુમુક્ષુ જીવે તે ભગવાનનું આરાધન–સેવન કરવા તત્પર થવું, તે પિતાના જ આત્મકલ્યાણની–આત્મહિતની વાત છે. એથી કરીને સૌથી પ્રથમ તે ભગવાનનું સેવન કરવા આત્માથી મુમુક્ષુએ સર્વાત્માથી પ્રવર્તવું જોઈએ.
એટલા માટે જ મહાત્મા આનંદઘનજી કહે છે કે-હે સર્વ આત્મબંધુઓ! આ સંભવ દેવને તમે ધુરેસૌથી પ્રથમ સે. “સંભવ દેવ તે ધુર સે સવે રે. ”
આ ભગવાન સંભવ જિન આ અવસર્પિણી કાલના ત્રીજા જિનેશ્વર થઈ ગયા. તેઓએ રાગ-દ્વેષાદિ અરિદલને
સર્વથા સંહાર કરી, સકલ કર્મકલકને જગત કલ્યાણકારી સંક્ષય કરી, શુદ્ધ સહજ આત્મસંભવ દેવ સ્વરૂપને પ્રાપ્ત કર્યું હતું. અને દેહ
છતાં દેહાતીત એવી પરમ ઉદાસીન કાયેત્સર્ગ દશાએ શુદ્ધ સહેજત્મસ્વરૂપમાં બિરાજમાન તે પ્રભુ નિષ્કારણ કરુણથી આ જગતીતલ પર વિહાર કરી, જગત જનને પરમ કલ્યાણમાર્ગને ઉપદેશ દેતા હતા, પરમાર્થમેઘની વૃષ્ટિ કરી પરમ શાંતિપ્રદ ધર્મામૃતને પ્રવાહ વહાવતા હતા. એવા તે ભગવાન ખરેખર ! “સંભવ હતા, કારણ કે તેઓથી ઉત્તમ ધર્મ–તીર્થને સંભવ-જન્મ થયે હતે.