________________
એજનજીવરે જનજી!જાણજો રે, આનંદઘન મત અબ!' ૧૫૫
હારે “આશાપૂર” નાથ તે આશા પૂરશે, એમ મ્હારો. દૃઢ આત્મવિશ્વાસ છે.
એમ કહી ભાવાવેશમાં આવી જઈ– કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે,
એ આશા અવલંબ એ જન જીવે રે જિન! જાણજો રે,
આનંદઘન મત અંબ!.. પંથડે નિહાળું રે બીજા જિનતણે રે.” ૬.
–એવી ધૂન લલકારતા લલકારતા ગિરાજ, પંથી સાથે ઊઠી, પિતાને વ્હાલે પંથડે નિહાળતા નિહાળતા ચાલ્યા જાય છે! તેમના દિવ્ય ઘેરા નિનાદના પડછંદા વાતાવરણમાં હજુ પણ તેવા ને તેવા તાજા સંભળાયા કરે છે !—જે સકર્ણ સહદય અને સાંભળી દિવ્ય જિનમાર્ગનું દર્શન કરવા પ્રેરાય છે ! અને અંતરાત્માથી પોકારે છે–
જય આનંદઘન !”