________________
કાળલબ્ધિ આશા અવલંબને સુમુક્ષનું પરમાર્થ જીવન ૧૫૩ ધરનારે સાચો મુમુક્ષુ–તીવ્ર તત્ત્વપિપાસુ કદી પણ કઈ પણ નિરાશાને ભજત જ નથી; પણ કાળલબ્ધિને પ્રાપ્ત કરી
અજિત જિન જેવા પરમ પુરુષસિંહે જે માર્ગે સંચય છે એવો આ અનુપમ પરમેત્તમ દિવ્ય ભાગ પામશું, એવી આશાના અવલંબને તે સંચમરૂપ પરમાર્થ જીવનથી જીવે છે, અને અધ્યાત્મગુણની નિરંતર વૃદ્ધિ કરતો રહી આનંદઘન-દર્શનરૂપ આપ્રત પાસેથી દિવ્ય અમૃતફળની સદાય આશા સેવે છે.
પથિક–ગિરાજ ! હવે મને સપષ્ટ સમજાયું કે, સાચા માર્ગ ગષક મુમુક્ષુને નિરાશાને લેશ પણ અવકાશ નથી, પરંતુ આશાનું પૂરેપૂરું કારણ છે.
ચેગિરાજ-વિચક્ષણ ભવ્ય ! એમ જ છે, નિઃસંદેહ એમ જ છે. કારણ કે સાચા આત્મપુરુષાર્થ શીલ અને આજ્ઞાઆરાધનમાં અપ્રમાદી એવા મુમુક્ષુને હૈયે ધીરજ છે કે કાળલબ્ધિ પરિપકવ થતાં મને અવશ્ય દિવ્ય નયનની પ્રાપ્તિ થશે, અને તેના પ્રકાશથી મને આ દિવ્ય જિનમાર્ગનું યથાર્થ દર્શન સાંપડશે. એટલે આવા સાચા ભાવિતાત્મા મુમુક્ષુ ભક્તજન પ્રભુને પ્રાર્થના કરતાં પણ સાચા અંત:કરણથી ભાવે છે કે:
હે ભગવન્તેવા કાળની પ્રતીક્ષા કરી રહ્યો છું x"जत्तो य अतरंगा अज्झप्पशाणजोगी जुता । = gયો ય સારો સચ૮ન વિ કોણસ્થામ”–શ્રી ઉપદેશરહસ્ય
અર્થાત–અને યત્ન પણ અધ્યાત્મ-ધાયેગથી અંતરંગ એવો યુક્ત છે, કારણ કે આ અધ્યાત્મ-ધ્યાનયોગ સકલ યોગશાસ્ત્રમાં સાર છે.