________________
બાકી બીજા જિનભાગબાહ્ય
૧૫૧ અધિકારી કહ્યા છે; બાકી તેવા બાકી બીજા
ગુણલક્ષણ વિનાના બીજા બધા જિનમાર્ગબાહ્ય જન-ગૃહસ્થ કે સાધુનામધારીઓ
જે બાહ્યદૃષ્ટિથી ક્રિયાજડપણે કે શુષ્કજ્ઞાનીપણે તે માર્ગે સ્વચ્છેદે વિચરતાં છતાં, “અમે આ જિનમાર્ગમાં છીએ” એમ માને છે કે મનાવે છે, તે તે અત્ર અનધિકારી હાઈ કેવળ માર્ગખાદ્ય જ વર્તે છે. અને આવા અનધિકારી જીવો આવા દિવ્ય માર્ગે વિચરવાને પેટે દા કરતા રહી, ખરી રીતે તે આને વગોવે છે, હાંસીપાત્ર કરાવે છે! અને પોતે માર્ગ પામ્યા છે એવી મિથ્યા બ્રાંતિથી તે માર્ગભ્રષ્ટ વંચક જીવે આત્મવંચના અને પરવંચના કરે છે! આવા જ દ્રવ્યથી પણ આ માર્ગમાં વર્તતા નથી, કારણ કે તેમની દ્રવ્ય-બાહ્ય ક્રિયા પણ અપ્રધાન, ઉપયોગશૂન્ય, જડતારૂપ ને આભાસમાત્ર હોય છે, તથારૂપ ભાવની ઉત્પાદક હેતી નથી, એટલે જ આવા જીવોને અત્ર અનધિકારી કહ્યા છે. માત્ર સમ્યગૃષ્ટિ આદિ મુખ્યપણે અને અપુનબંધકાદિ ગૌણપણે આ દિવ્ય જિનમાર્ગના અધિકારી છે, એ જ તાત્પર્ય છે.
x“ण य अघुणबंधगाओ परेण इह जोग्गया वि जुत्त त्ति । ___ण य ण परेण वि एसा जमभव्वाणं पि णिद्दिठ्ठा ॥"
–શ્રી હરિભદ્રાચાર્યજીકૃત પંચાશકશાશ્વ. અર્થાત–અપુનર્ભધકથી પર એવા સકૃતબંધકાદિને અહીં આજ્ઞામાં રેગ્યતા પણ યુક્ત નથી. એથી પર–સકૃતબંધકાદિને પણ આ–અપ્રધાન દ્રવ્ય વંદના નથી એમ નથી, અર્થાત હેય છે જ, કારણ કે તે અપ્રધાન દ્રવ્ય વંદના તે અભને પણ કહી છે.