________________
૧૫૦
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
કહ્યા છે. પણ નિશ્ચયથી–પરમાર્થથી ખરેખરા મુમુક્ષુ તે સમ્યગૃષ્ટિ આદિ ભાવસંપન્ન અપુર્બન્ધકાદિ જ છે જ અત્રે ખરેખરા મુખ્ય દિવ્ય જિનમાર્ગના અધિકારી છે. કારણ કે “સંસામૂ અધિકારી ધ ” સમ્યગદર્શન એ ધર્મવૃક્ષનું
મૂલ છે, એ મૂલ વિના ધર્મવૃક્ષ ઊગે જ નહિ. સર્વવિરતિ આદિ પણ સમ્યગ્દર્શન ભાવરૂપ મૂલ હોય તે જ વિરતિ છે, –નહિં તે ભાવથી અવિરતિ જ છે. વતને સમ્યકત્વમૂલ કહ્યા છે એનું આ જ રહસ્ય છે. સમ્યક્ત્વરૂપમૂલ હોય તે જ વ્રત એ વ્રત છે; નહિં તે પરમાર્થથી અવ્રત જ છે. માટે પરમાર્થથી–નિશ્ચયથી આ દિવ્ય જિનમાર્ગના અધિકારીને પ્રારંભ સમ્યગૃષ્ટિથી જ થાય છે. ત્યાર પહેલાં જે અપુનર્ભધકાદિ ભાવવાળા, ઉત્તમ ગુણ-લક્ષણસંપન્ન, હળુકમી, મંદકષાયી, મંદવિષયી, અતીત્રપરિણમી, અંતરંગ વૈરાગ્યવાસિત, સાચા માર્ગજિજ્ઞાસુ, તીવ્ર તત્ત્વપિપાસુ, ખરેખર મુમુક્ષુ આત્માઓ છે, તે અનુક્રમે આ સમ્યગદષ્ટિ આદિ ભાવ પામવાની યેગ્યતાવાળા હોવાથી તેમને પણ અત્રે વ્યવહારથી,
*"दंसणमूलो धम्मो उवइठ्ठो जिणवरेहि सिस्साणं । तं सोऊण सकण्णे दंसणहीणो ण वदिव्यो ।”
શ્રી કુંદકુંદાચાર્યજીકૃત અષ્ટપ્રાત. *"गुणठाणावावारे एत्तो विरओ अविरभो णियमा ।
जह दहणो अदहतो सत्तीए दाहगो चेव ॥ णियमा णत्यि चरित्तं कइया वि हु नाणदसणविहूणं । । તા તગ્નિ જ તે અવાજ સવાલો . ”–શ્રી ઉપદેશરહસ્ય