________________
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા (શ્રી સંભવ જિન સ્તવન-વિવેચન)
[શ્રી અજિત જિન સ્તવનનું વિવેચન “આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન” એ લેખમાં સંવાદગર્ભિતપણે કરવામાં આવ્યું. હવે તેને જ અનુસંધાનમાં કમપ્રાપ્ત સંભવજિન સ્તવન (આનંદઘનજીકૃત) સળંગ રીતે વિવેચવામાં આવે છે.]
- પ્રથમ પરિચ્છેદ: પ્રભુસેવનને ભેદ : અભય અદ્વેષ અખેદ
આગલા સ્તવનમાં શ્રી આનંદઘનજીએ, કાળલબ્ધિ લહી પંથ નિહાળશું રે, એ આશા અવલંબ-કાળલબ્ધિ પ્રાપ્ત કરીને અને દિવ્ય જિનમાર્ગનું દર્શન કરશે, એવી આશાનું અવલંબન કર્યું. ત્યારે હવે મહા નિગ્રંથ મુનીશ્વર શ્રી આનંદઘનજીની શુદ્ધ ચેતના જેને પ્રભુ પ્રત્યે પરમ પ્રેમ પ્રગટ્યો છે, પ્રભુને જેણે “પ્રિયતમ માન્યા છે, તેને સહજ જિજ્ઞાસારૂપ પ્રશ્ન ઊઠે છે કે–તે કાળલબ્ધિનો પરિપાક ક્યારે અને કેવી રીતે થાય ? તેની મુદત કયારે અને કેમ પાકે ? તેનું તત્ત્વચિંતનાત્મક સમાધાન કરવા આશયથી મહર્ષિ શ્રી આનંદઘનજી પ્રકાશે છે – સંભવ દેવ તે ધુર સે સવે રે,
લહી પ્રભુ સેવન ભેદ સેવન કારણું પહેલી ભૂમિકા રે,
અભય અદ્વેષ અખેદ. સંભવ. જે