________________
૧૦
આન ધનજીનુ દિવ્ય જિનમાદન
છે. પરપરિણતિ ત્યજી આત્મપરિણતિને ભજનારા જીવ આરાધક છે, આત્મપરિણતિ ત્યજી પરપરિણતિ ભજનારો જીવ વિરાધક છે. પરપરિણતિને ભજે છે તે જીવ પરવસ્તુને ચાર હાઇ અપરાધી દડપાત્ર છે; પરિણતિને ત્યજે છે તે જીવ નિરપરાધી હાઈ દંડપાત્ર નથી. જેટલે અંશે નિરપરાધી તેટલે અંશે આરાધક, જેટલે અ ંશે અપરાધી તેટલે અંશે વિરાધક. આ પ્રમાણે જિનમાર્ગની ત્રિકાલાખાધિત શાશ્વત સ્થિતિ છે, ને આ જ તત્ત્વજ્ઞાનની રહસ્ય ચાવો છે.
નિશ્ચય વ્યવહારના સમન્વય
આમ જિનને મેક્ષમા તે સીધામાં સીધે, સરલમાં સરલ, ઝુમાં ઋજી, સાદામાં સાદા, ટૂંકામાં ટુકા ને ચાખ્ખામાં ચેાખા છે. એમાં કાંઈ વિસ’વાદ નથી, એમાં કાંઈ ગેાટાળા નથી. ગેટાળા ને વિસંવાદ તેા તેના અનુયાયી કહેવાતા લેાકેાએ ઊભે કર્યાં છે. આ લાકે મૂળ માને પ્રાય: વિસરી ગયા છે, ને પાંડદાને પકડી બેસી ખાહ્ય કૂટારો ખૂબ વધારી દઇને મૂળ માર્ગથી લાખા ગાઉ દૂર પડયા છે. નિશ્ર્ચય-વ્યવહારના થાયેાગ્ય સમન્વય કરતાં તેમને આવડતા નથી, એટલે એકાંત પક્ષને પકડી એસી તે મોભ્રષ્ટ થાય છે. કારણ કે જે વ્યવહારને છેડી દઈને યથાયેાગ્ય આત્મદશા વિના કેવળ નિશ્ચયને જ ગ્રહે છે, તે સાધન વિના નિશ્ચયરૂપ સાધ્યને સાધશે શી રીતે ? તે તા જ્ઞાનદશા પામ્યા નથી ને સાધનદશા છેાડી ઘે છે, એટલે તે ઉભયભ્રષ્ટ થાય છે. જે નિશ્ચયને છેોડી કેવળ વ્યવહારને જ વળગ્યા રહે છે, વ્યવહારરૂપ સાધનને સાધ્ય માને છે,.