________________
ગષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે”
૧૭
રોમાંચ ઉલ્લસિત થયા, તેને અંતરાનંદ તનમાં નહિં સમાતાં આનંદાશ્રુધારારૂપ છલકાવા લાગ્યું.
એમ તે પથિક ભાવિતાત્મા થઈને વંદન કરી બહાર નીકળે. પછી કેમે કરીને ઉન્નત ગિરિ પર ચઢતાં ચઢતાં
ઉનત ભાવ પર આરૂઢ થવા લાગ્યા. રાષભ જિનેશ્વર પ્રીતમ આગલે દિવસે ગિરાજ પાસેથી માહર ” શ્રવણ કરેલી અશ્રુતપૂર્વ રહસ્યવાર્તા
તેના હૃદયમાં રમી રહી હતી, તેના મનમાં તેનું મનન–ચર્વણ ચાલ્યા કરતું હતું. તેથી ક્ષણે ક્ષણે તેના ભાવમાં વૃદ્ધિ થયા કરતી હતી, ને તેમાં વળી તેણે દીઠેલા દિવ્ય સ્વપ્ન તથા અદ્ભૂત જિનમુદ્રાના દર્શને તે ઓર વધારો કર્યો હતે. તેને શ્રી જિનેશ્વર ભગવાન પ્રત્યે પરમ પ્રેમ ફુર્યો હતે, ને તેની શુદ્ધ ચિન્ય વૃત્તિએ તે પરમાત્માને પ્રિયતમ” તરિકે માન્ય કર્યા હતા. જેમ દમયંતી હંસ દ્વારા નળરાજાના ઉત્તમ ગુણનું પક્ષ વર્ણન સાંભળી મુગ્ધ થઈ તેને મનથી વરી ચૂકી હતી, તેમ તે ભવ્ય પથિકની ચેતના પણ પરોક્ષ રીતે પ્રભુના અનુપમ ગુણનું શ્રવણ કરી તેને અંતરાત્માથી વરી ચૂકી હતી. એટલે જગના કેઈ પણ અન્ય પદાર્થ કરતાં અનેકગણે પ્રેમ તેને તે પરમાત્મારૂપ પતિ પ્રતિ પ્રગટી ચૂક્યા હતા. કારણ કે –
ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, એર ન ચાહું રે કંત; રીઝ સાહિબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત.”
–આનંદઘનજી