________________
૧૨૨
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
અંત પામ્યું હોય એમ જણાતું નથી, કારણ કે વાદની સામે પ્રતિવાદ ને તેની સામે પાછે પ્રતિવાદ, એમ અનંત પરંપરા ચાલ્યા જ કરે છે! તેને આરે આવો નથી ને કેઈ નિવેડે થતું નથી ! કેઈ એક સમર્થ વાદી યુક્તિપૂર્વક પૂર્વપક્ષ કરે છે, તે તેને સામે વાદી ઉત્તર પક્ષ કરી બળવત્તર યુક્તિપ્રમાણેથી ખંડિત કરે છે. તેને વળી કેઈ ત્રીજે વાદી અધિક બળવાન તર્કબલથી ખંડે છે. આમ વાદ-પ્રતિવાદને ઘાણીના બેલની પેઠે અંત નથી આવતે આંખે પાટા બાંધેલે ઘાણને બેલ ગમે તેટલું અંતર કાપે, પણ તે તે હતું ત્યાંને ત્યાં જ ! એટલા જ કુંડાળામાં ગોળ ગોળ ફર્યા કરે, જરાય આગળ વધે નહિં ! તેમ મતપણાના પાટા જેણે આંખે બાંધેલા છે, એવા દર્શનવાદીઓ ગમે તેટલું વાદવિવાદનું અંતર કાપ્યા કરે, પણ તે તે હતા ત્યાંના ત્યાં જ! એટલા જ વાચકના વર્તલમાં ઘૂમ્યા કરે, જરાય આગળ વધે નહિં! આમ તકવિચારથી વાદપરંપરા ચાલ્યા જ કરે છે, ને એને. પાર કે પામી શકતું નથી એટલે તર્કવિચારથી, વાદવિવાદથી, દર્શનચર્ચાથી કદી માર્ગદર્શન કરાવનારી દિવ્ય દષ્ટિની પ્રાપ્તિ સંભવતી નથી.
* ". वादश्चि प्रतिवादांश्च वदन्तो निश्चितास्तथा । તારત નૈવ છત્તિ તિરુપવિતૌ ” –શ્રી ગિબિન્દુ,
" यत्नेनानुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः ।
अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥" –શ્રી ગિદષ્ટિસમુચ્ચયમાં ભહરિનું સુભાષિત.