________________
સમ્યગ અનેકાન્ત દષ્ટિથી દિવ્ય નયનની યોગ્યતા ૧૨૭
કથંચિત કેઈ અપેક્ષાવિશેષે તે તે દર્શન સત્ય છે, એવી પ્રરૂપણાથી તે હસ્તીજાત્યંધ ન્યાયે સર્વ દર્શનના વિરોધનું મથન કરી નાંખે છે ! ધડ દર્શન જિનમંગ ભણજે, ન્યાસ ષડંગ જે સાધે રે, નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડ દર્શન આરાધે રે....ષડ.”
શ્રી આનંદઘનજી અનેકાંત દશન આવું અદ્ભુત ને પરમ સમર્થ છતાં, તેની પણ ચર્ચામાત્રથી કાંઈ દિવ્ય નયન પ્રાપ્ત થઈ જતું
નથી; કારણ કે આગળ કહ્યું તેમ સમ્યગ અનેકાન્ત દષ્ટિથી ચર્ચા તે ચર્ચા છે તે વાત તે વાત દિવ્ય નયનની છે. કાંઈ ચર્ચા કે વાત કર્યા માત્રથી યેગ્યતા પ્રસ્તુત વસ્તુની પ્રાપ્તિ થઈ જતી
નથી વસ્તુની પ્રાપ્તિ માટે તે તથારૂપ આત્મપરિણમન જોઈએ, વિશાળ અનેકાંતદષ્ટિ જીવનમાં ઉતરવી જોઈએ, મતદર્શનના આગ્રહથી રહિત એવી મધ્યસ્થતા કેળવાવી જોઈએ, વસ્તુને યથાર્થ–સમ્યક સ્વરૂપે દેખવાની સમ્યગૂ દષ્ટિ સાંપડવી જોઈએ. એમ થાય તે જ દિવ્ય નયનની ગ્યતા પ્રાપ્ત થાય.
પથિક–મહાત્મન ! જે આમ દશર્ન ચર્ચાથી કાંઈ વળે * “ परमागमस्य जीवं निषिद्धजात्यंधसिन्धुरविधानम् । सकलनयविलसितानां विरोधमथनं नमाम्यनेकान्तम् ॥"
શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત શ્રી પુરુષાર્થસિદ્ધિઉપય “છેડી મતદર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અ૫. ” શ્રી આત્મસિદ્ધિ