________________
દશનવાદીઓનું પરસ્પર ખંડન
૧૨૫ પિતાના દષ્ટિઅંધપણને જ દેષ છે, તેમ તમે આ પ્રગટ ચૈતન્યસ્વરૂપ આત્મવસ્તુને દેખતા નથી, તે તમારા દૃષ્ટિઅંધપણને જ દોષ છે.
એમ એક આત્મવસંબંધી અનેક વાદીઓ અનંત વાદવિવાદ કરે છે, યુક્તિબલથી-સ્વ સ્વ દર્શનસંમત ન્યાયબલથી પિતપિતાના મતનું સ્થાપન કરે છે. તેઓના મતવિક્રમના સંકટમાં પડી ગયેલે આ આત્મા ચિત્તસમાધિ પામતું નથી. વસ્તુતત્ત્વ આમ હશે કે તેમ હશે ? એમ તેનું ચિત્ત ડહોળાઈ જવાથી કઈ રીતે સમાધાનને પામતું નથી. વિશ્વમરૂપ વાદચકને ચકડેળે ચડી ગયેલું ચિત્ત વિભ્રમદશાને પામી ચારે કેર ભ્રમણ કર્યા કરે છે, ને આત્મબ્રાંતિને લીધે કદી શાંતિ - ભજતું નથી “એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયે ન લહે, ચિત્તસમાધિ તે માટે પૂછું, તુમ વિણ ન તત્ત કેઈ ન કહે. મુનિસુવ્રત જિનરાજ ! મુજ એક વિનતિ નિસુણે. ”
શ્રી આનંદઘનજી આમ તર્કવિચારરૂપ દર્શનચર્ચાથી કાંઈ તત્વને નિવે આવતું નથી, કોઈ તત્ત્વવિનિશ્ચય થતું નથી, તેનાથી દિવ્ય નયનની પ્રાપ્તિ કેમ સંભવે?
૨. સમ્યગૂ અનેકાન્ત દષ્ટિથી દિવ્ય નયનની એગ્યતા
પથિક–ગિરાજ ! આપે આ કહ્યું તે મને સમજાયું. પણ આ બધા દર્શનવાદ કરતા આ દર્શનમાં છેવટે સર્વનું સમાધાન કરી શકે એવું પ્રમાણભૂત કેઈ દર્શન નહિ હોય?